મુંબઈ:ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની દિશામાં મલાડનાં બાળકોની અનોખી પહેલ

16 May, 2019 02:00 PM IST  |  મુંબઈ | રણજિત જાધવ

મુંબઈ:ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની દિશામાં મલાડનાં બાળકોની અનોખી પહેલ

બાળકોની એક નવી પહેલ

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે મલાડ (વેસ્ટ)ના ઑર્લેમ વિસ્તારમાં રહેતાં બાળકોએ એક નવી પહેલ અમલમાં મૂકી હતી જેને ઘણો સારો પ્રતિસાદ સાપડ્યો છે. પાર્લે ટિળક આઇસીએસઈ સ્કૂલની સામેની વન-વે લેનમાં ૧૦થી ૧૫ વર્ષનાં બાળકોએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની દરખાસ્ત કરી હતી. જોકે એમાં ઘણાખરા લોકોએ બાળકોને સારો પ્રતિસાદ આપ્યો હતો, જ્યારે કેટલાકે તેમની આ પહેલને અવગણી હતી.

આ પણ વાંચો : મારા પર કાદવ ઉછાળવાના ઇરાદે જાતીય શોષણના આરોપો મુકાયા : આદિત્ય પંચોલી

સ્થાનિક કૉર્પોરેટર અભિજિત સામંતે બાળકોની આ પહેલનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘પાર્લે ટિળક સ્કૂલની સામે આવેલી વન-વે લેનમાં ટૂ-વહીલર્સવાળા ઘૂસી જવાથી સ્કૂલનાં બાળકો અને સિનિયર સિટિઝનને તકલીફનો સામનો કરવો પડે છે. બાળકો દ્વારા આ એક નોંધનીય કામ કરવામાં આવ્યું છે. જોકે આ પ્રસંગે ટ્રાફિક પોલીસ પણ હાજર રહી હતી અને ટ્રાફિકના નિયમો ન પાળનારાને દંડ કર્યો હતો.

ranjeet jadhav malad mumbai mumbai news