વૉટ્સઍપ પર પુત્ર વિશે પપ્પાએ એવું શું જોયું કે પોલીસની મદદ લેવી પડી?

20 January, 2019 08:54 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

વૉટ્સઍપ પર પુત્ર વિશે પપ્પાએ એવું શું જોયું કે પોલીસની મદદ લેવી પડી?

બોલીવલીની સ્કૂલના સ્ટુડન્ટ્સ એક ક્લાસમેટને ખખડાવતા હતા

બોરીવલી (વેસ્ટ)માં ચંદાવરકર લેનમાં રહેતા 45 વર્ષના એક વેપારીના મોબાઇલમાં વૉટ્સઍપ પર તેમના દસમા ધોરણમાં ભણતા દીકરાની તેની જ સ્કૂલના ત્રણ સ્કૂલમેટ દ્વારા ગાળો આપીને મારપીટ કરવામાં આવતી હોવાનો વિડિયો આવ્યો હતો. આ વિડિયો જોઈને પિતા ખૂબ જ શૉક્ડ થઈ ગયા હતા. આ વિડિયોને જોયા બાદ એની ગંભીરતા જોઈને અને દીકરો પણ ખૂબ ડરી ગયો હોવાથી પિતાએ પ્ણ્ગ્ કૉલોની પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આ વિશે તપાસ કરીને કાર્યવાહી પણ કરી છે.

ત્રણ મિનિટના આ વિડિયોમાં દેખાઈ રહેલા બોરીવલી (વેસ્ટ)ની સ્કૂલના ત્રણ સ્ટુડન્ટ્સ 15 વર્ષની ઉંમરના હોવાથી પોલીસે ફરિયાદના આધારે ત્રણેય સામે ફ્ઘ્ કેસ નોંધ્યો છે તેમ જ આ સ્ટુડન્ટ્સના પેરન્ટ્સને પોલીસ-સ્ટેશનમાં બોલાવીને તેમના કૃત્ય વિશે જાણકારી પણ આપી છે. જોકે આ સ્ટુડન્ટને ત્રણેએ એ માટે માર્યો હતો કારણ કે તે ક્લાસમેટની સામે સ્કૂલના અન્ય સ્ટુડન્ટને હેરાન કરી રહ્યો હતો એવું જાણવા મYયું હતું. આ કારણે તે સ્ટુડન્ટ્સ રોષે ભરાયા હતા અને તેને પાઠ ભણાવવાનો નર્ણિય લીધો હતો. એ અનુસાર સ્ટુડન્ટ્સ તેને સ્કૂલની બહાર ઊભેલી બસ પાછળ લઈ ગયા હતા. બસની પાછળ ઊભો રાખીને સ્ટુડન્ટને તેમણે ગાળો આપીને એક પછી એકે તમાચા માર્યા હતા. આ સ્ટુડન્ટ સાથે આ બધું થઈ રહ્યું હતું ત્યારે અન્ય સ્ટુડન્ટ એનું વિડિયો રેકૉર્ડિંગ પણ કરી રહ્યો હતો. આ વિડિયો લઈને તેમણે તે સ્ટુડન્ટના પપ્પાના મોબાઇલ પર મોકલ્યો હતો.

આ વિશે સ્ટુડન્ટના પપ્પાએ જણાવ્યું હતું કે ‘મને વિડિયો મળતાં હું ખૂબ નવાઈ પામ્યો હતો. મારે તે સ્ટુડન્ટ્સની કરીઅર ખરાબ કરવી નથી, પરંતુ એમ હું નહીં કરીશ તો તેમના મનમાં એક ખોટી સમજણ ઊભી થશે. એથી મેં ફરિયાદ કરી છે જેના કારણે તેમણે શું કર્યું છે એની ગંભીરતા તેમને સમજાશે.’

આ વિશે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પંડિત ઠાકરેએ કહ્યું હતું કે ‘ટીનેજરના પિતાએ ફરિયાદ કરતાં અમે FIR નોંધીને કાર્યવાહી કરી ત્રણેયના પિતાને જાણ કરી છે. FIRમાં ત્રણેય સ્ટુડન્ટ્સનાં નામ નોંધવામાં આવ્યાં છે. સ્ટુડન્ટ્સના પેરન્ટ્સને બોલાવીને સમજણ આપવામાં આવી છે.’

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શરૂ નહીં જ થાય ડાન્સબાર

સ્ટુડન્ટ્સ જે સ્કૂલમાં ભણી રહ્યા છે એના પ્રિન્સિપાલના કહેવા પ્રમાણે આ બનાવ ભલે સ્કૂલની પ્રિમાઇસિસની બહાર બન્યો છે છતાં એની ગંભીરતાને ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

mumbai