મુંબઈ વિભાગમાં પશ્ચિમી પવનની તીવ્રતા વધતાં વરસાદનું જોર વધશે

11 July, 2019 09:41 AM IST  |  મુંબઈ

મુંબઈ વિભાગમાં પશ્ચિમી પવનની તીવ્રતા વધતાં વરસાદનું જોર વધશે

ફાઈલ ફોટો

દક્ષિણ ગુજરાત પર ચક્રવાતી સરક્યુલેશન નિર્માણ થવાને કારણે પશ્ચિમમાંથી આવતા પવન મુંબઈમાં વધુ વરસાદ ખેંચી લાવે એવી શક્યતા વેધશાળાએ કરી છે. ગુજરાત પરની હવાની અસર મુંબઈને પણ થવાથી આગામી ૨૪ કલાકમાં શહેરમાં વરસાદી માહોલ રહેવાની સાથે હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

શહેરમાં બુધવારે રાતના ૮.૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે આગામી ૨૪ કલાકમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા વેધશાળાએ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : BMCના નવા પાર્કિંગ દંડના નિયમને સાઉથ મુંબઈના રહિશો કોર્ટમાં પડકારશે

દરમ્યાન શહેરને પાણી પૂરું પાડતાં સાતેય તળાવ તથા એની આસપાસમાં પણ ૨૪ કલાક દરમ્યાન સારો વરસાદ નોંધાતાં જળાશયોમાં વધુ ૧૨ દિવસ ચાલે એટલું એટલે કે ૪૯,૧૭૯ એમએલડી પાણી જમા થયું હતું. આ સાથે આ જળાશયોમાં બુધવારે સવારે ૬ વાગ્યા સુધી ૪,૬૭,૧૨૧ એમએલડી પાણી જમા થયું હતું, જે કુલ પાણીના જથ્થાનું ૩૨.૨૭ ટકા થાય છે.
આગામી ૨૪થી ૪૮ કલાકમાં વરસાદની શક્યતા હોવાથી અેકાદ તળાવ છલકાવાની શક્યતા છે.

mumbai rains mumbai mumbai news mumbai monsoon