મુંબઈ: ડ્રગ્સના કેસમાં દોઢ વર્ષથી ફરાર મહિલા ઘાટકોપરથી પકડાઈ

20 November, 2019 11:56 AM IST  |  Mumbai

મુંબઈ: ડ્રગ્સના કેસમાં દોઢ વર્ષથી ફરાર મહિલા ઘાટકોપરથી પકડાઈ

ફાઈલ ફોટો

ઘાટકોપરની ઍન્ટિ નાર્કોટિક્સ યુનિટે દોઢ વર્ષ પહેલાં જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર દરોડો પાડીને ૩૬.૪૦ લાખ રૂપિયાના ગાંજા સાથે એકની ધરપકડ કરી હતી. નશીલા પદાર્થની હેરાફેરીના આ મામલામાં મુખ્ય આરોપી એક મહિલા હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું જે ફરાર થઈ હતી. પોલીસે આ ફરાર આરોપીની ઘાટકોપરના દામોદર પાર્કમાંથી ગઈ કાલે ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસની ઍન્ટિ નાર્કોટિક્સ સેલની ઘાટકોપર યુનિટે ૧૬ મે ૨૦૧૮ના રોજ બાતમીને આધારે જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર છટકું ગોઠવીને એક વાહનને આંતરવામાં આવ્યું હતું. આ વાહનની તપાસમાં એની અંદરથી ૩૬,૪૦,૦૦૦ રૂપિયાની કિંમતનો ૧૬૭ કિલો ગાંજો મળી આવતાં પોલીસે વાહનચાલકની ગુનો નોંધીને એનડીપીએસ ઍક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : ખારના તૂટી પડેલા ભોલે બિલ્ડિંગની અન્ય બે વિન્ગ પણ તોડી પાડવાની શરૂઆત

પોલીસે આ કેસમાં પેલી મહિલાને વૉન્ટેડ જાહેર કરી હતી. ઘાટકોપર એનસી યુનિટને ગઈ કાલે બાતમી મળી હતી કે વૉન્ટેડ મહિલા ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક શાલિમાર હોટેલની સામે આવવાની બાતમી મળ્યા બાદ પોલીસે અહીં છટકું ગોઠવ્યું હતું.

mumbai mumbai news ghatkopar Crime News