જેટ ઍરવેઝની સોમવાર સુધી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ કૅન્સલ

13 April, 2019 08:30 AM IST  |  મુંબઈ

જેટ ઍરવેઝની સોમવાર સુધી ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ કૅન્સલ

અચોક્કસ મુદત માટે ગ્રાઉન્ડેડ: જેટ ઍરવેઝનું ઍરક્રાફ્ટ ગઈ કાલે કાલિના પાસે ઍરપોર્ટમાં પાર્ક કરવામાં આવ્યું હતું. આગામી નોટિસ નહીં મળે ત્યાં સુધી ઍરક્રાફ્ટ ઉડ્ડયન નહીં કરે. તસવીર : સૈયદ સમીર અબેદી

દેવાદાર ઍરલાઇન જેટ ઍરવેઝે ગઈ કાલથી ૧૫ એપ્રિલ સુધી ઇન્ટરનૅશનલ ઑપરેશન્સ બંધ રાખ્યાં હોવાનું ઍરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું. ઍરલાઇનની ૧૦ વધુ ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરવામાં આવ્યા પછી ગુરુવારે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. એના અનુસંધાનમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગ્રાહકોની અગવડ ઘટાડવા માટે ઍરલાઇન શેડ્યુલ ઍડ્જસ્ટમેન્ટ્સ તેમ જ રીઅકોમોડેશન ચૉઇસની સંબંધિતોને જાણ કરવા તથા રિફન્ડ્સ બાબતે માહિતી આપવા કૉન્ટૅક્ટ સેન્ટર્સ, ગેસ્ટ રિલેશન્સ અને સોશ્યલ મીડિયા રિસ્પૉન્સ ટીમ્સ દ્વારા સતત પ્રયાસો ચાલી રહ્યા છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની સાત લોકસભા બેઠકો માટે ૫૫.૭૮ ટકા મતદાન થયું

કેન્દ્ર સરકારે ગુરુવારે જેટ ઍરવેઝની ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ ઑપરેટ કરવાની ક્ષમતા ચકાસવાની જરૂરિયાત દર્શાવી હતી. જેટ ઍરવેઝ હાલમાં ફક્ત ૧૪ વિમાનો સાથે કાર્યરત છે. એ દેવાદાર ઍરલાઇન આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ ઇન્ટરનૅશનલ રૂટ્સ પર ફ્લાઇટનો અધિકાર ગુમાવે એવી શક્યતા છે. ઍરલાઇને જાન્યુઆરીથી પાઇલટ્સ અને મેઇન્ટેનન્સ સ્ટાફને પગાર ચૂકવ્યા નથી.

jet airways mumbai mumbai news