યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કરીને રાજકીય ફાયદો ન લેશો : રાજ ઠાકરે

01 March, 2019 08:06 AM IST  |  મુંબઈ

યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કરીને રાજકીય ફાયદો ન લેશો : રાજ ઠાકરે

રાજ ઠાકરે

રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘યુદ્ધ કોઈ પણ પ્રશ્નનો ઉત્તર નથી. યુદ્ધ બન્ને દેશોને પાછળ લઈ જશે અને યુદ્ધનો ભોગ કાશ્મીરની જનતા બનશે. આ વાત કોઈ પણ સંજોગોમાં પરવડશે નહીં. આતંકવાદીઓનો કડક રીતે સફાયો કરવો જ જોઈએ અને યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કરીને કોઈએ રાજકીય ફાયદો લેવો નહીં.’

રાજ ઠાકરે કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાનના પ્રશ્ન પર ચર્ચા કરીને રસ્તો કાઢવાની તક અટલ બિહારી વાજપેયીને વડા પ્રધાન હતા ત્યારે મળી હતી, પણ ત્યારે જે ચર્ચાઓ થઈ એ નિરર્થક નીવડી હતી. જે તક વાજપેયીના કાર્યકાળમાં બન્ને દેશોના હાથમાંથી નીકળી ગઈ હતી એ તક પાછી સામે દેખાઈ રહી છે. જો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા આ બન્ને શત્રુદેશો ચર્ચાનું માધ્યમ ખોલી શકે છે તો આપણો દેશ આવું કેમ ન કરી શકે?’

raj thackeray maharashtra navnirman sena mumbai news