Mumbai: હોટલમાં પાર્ટનર સાથે સેક્સ દરમિયાન 61 વર્ષીય વ્યક્તિનું મોત

23 May, 2022 06:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મૃત્યુનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી

પ્રતીકાત્મક તસવીર

એક 61 વર્ષીય વ્યક્તિ સોમવારે સવારે અહીંની એક હોટલમાં તેના પાર્ટનર સાથે જાતીય સંભોગ કરતી વખતે બેભાન થઈ ગયો હતો અને બાદમાં તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મૃત્યુનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.

અધિકારીના જણાવ્યા અનુસાર “મૃતક સવારે 10 વાગે ઉપનગર કુર્લા સ્થિત હોટલમાં 40 વર્ષીય મહિલા સાથે ગયો હતો, જે તેણી પ્રેમિકા હોવાનો દાવો કર્યો હતો. થોડા સમય પછી, મહિલાએ હોટલના રિસેપ્શનનો સંપર્ક કર્યો અને તેમને જાણ કરી કે તે વ્યક્તિ બેભાન થઈ પડી ગયો હતો અને કોઈ પ્રતિક્રિયા આપતો ન હતો.”

કુર્લા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે “હોટલના કર્મચારીઓએ તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને વૃદ્ધ વ્યક્તિને સાયનની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં દાખલ કરતા પહેલા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, એમ કુર્લા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. બાદમાં મહિલાને કુર્લા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી હતી.

તેણીએ પોલીસને જણાવ્યું કે તે વ્યક્તિ વર્લીનો રહેવાસી છે અને ખાનગી કંપનીમાં કામ કરે છે, અધિકારીએ જણાવ્યું હતું.

મહિલાની વાતને ટાંકતા અધિકારીએ કહ્યું કે સંભોગ દરમિયાન તેણે દારૂ પીવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેભાન થઈ ગયો હતો”

“પ્રારંભિક માહિતીના આધારે અમે આ કેસમાં અકસ્માત મૃત્યુ રિપોર્ટ (ADR) નોંધ્યો છે અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને કૃત્ય પહેલાં તેણે કોઈ ટેબ્લેટ લીધી હતી કે કેમ તે જાણવા માટે તેના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.” અધિકારીએ જણાવ્યું હતું.

mumbai mumbai news kurla worli