રિલાયન્સ ફાઉન્ડેશન ૫૦૦૦ સ્ટુડન્ટ્સને આપશે સ્કૉલરશિપ

23 May, 2023 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૦૦૦ સ્ટુડન્ટ્સમાં ૫૧ ટકા ગર્લ્સ છે

નીતા અંબાણી, ફાઉન્ડર અને ચેરપર્સન

૨૭ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ વર્ષના ૫૦૦૦ અન્ડરગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૨૨-’૨૩ અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્કૉલરશિપ આપવામાં આવશે, જે પૈકી પસંદગીના વિદ્યાર્થીઓને બે લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અને સક્ષમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને રિલાયન્સ નેટવર્કનો ભાગ બનવાની તક પણ મળશે. આ સ્કૉલરશિપ અભ્યાસના કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૨-’૨૩ માટે ૫૦૦૦ સ્ટુડન્ટ્સમાં ૫૧ ટકા ગર્લ્સ છે, જેઓ દેશની વિવિધ ૪૯૮૪ સંસ્થાઓમાં અભ્યાસ કરતી હતી. અંદાજે ૪૦,૦૦૦ અરજીઓમાંથી એમની પસંદગી કરવામાં આવી છે, જેમાં એપ્ટિટ્યુડ ટેસ્ટ, ધોરણે ૧૨ના માર્ક તેમ જ અન્ય ક્રાઇટેરિયાનો સમાવેશ થાય છે. આ રાઉન્ડમાં ૯૯ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓની પણ પસંદગી કરવામાં આવી છે.

mumbai mumbai news reliance