25 July, 2023 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
મુંબઈના (Mumbai) દહિસરે ભાયંદર સાથે જોડનારી એક મહત્વપૂર્ણ યોજના પર બીએમસીએ કામ શરૂ કરી દીધું છે. દહિસર (પશ્ચિમ)ને ભાયંદર (પશ્ચિમ) સાથે જોડનારા 45 મીટર પહોળા એલિવેટેડ રોડ 4 વર્ષમાં બનશે. બીએમસીએ આ કાર્ય માટે ટેન્ડર ખોલ્યા છે. એલિવેટેડ રોડ પરિયોજના નાણાંકીય બોલીઓ લાગવાની શરૂ થતા એક મહત્વપૂર્ણ માઈલ સ્ટોન પર પહોંચી ગઈ છે. એલએન્ડટી સૌથી ઓછી બોલી લગાડનાર વિજેતા છે.
બીએમસીએ આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે. બીએમસીએ ટ્વીટમાં કહ્યું છે કે બીએમસી હવે કોસ્ટલ રોડના આ છેલ્લા ચરણ સાથે બહેતર કનેક્ટિવિટીની આશા કરી રહી છે, જેના 4 વર્ષમાં બની જવાની આશા છે. (Mumbai Transport News)
હાલના સમયમાં, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સિવાય, મીરારોડ ભાયંદરને ગ્રેટર મુંબઈ ક્ષેત્ર સાથે જોડનારા મુખ્ય રસ્તા, દહિસર ચેકનાકાના માધ્યમે 5 કિલોમીટરની યાત્રામાં લગભગ 30 મિનિટ લાગે છે. મુંબઈ-અમદાવાદ રાજમાર્ગ પશ્ચિમી ઉપનગર અને મીરા-ભાયંદર વચ્ચે એકમાત્ર રસ્તો છે.
કારણકે આ એક રાષ્ટ્રીય રાજમાર્ગ પણ છે, આથી હંમેશા આવાગમન વધારે હોય છે. આ પ્રૉજેક્ટના પૂરા થવાથી દહિસરના પશ્ચિમી ભાગથી ભાયંદરનો વિસ્તાર જોડવામાં આવસે અને મુંબઈ-અમદાવાદ રાજમાર્ગ પર ભીડ ઘટાડવામાં મદદ મળશે.
આ સિવાય તાજેતરમાં જ બીએમસીએ વધુ એક પ્રૉજેક્ટની જાહેરાત કરી છે. બીએમસીએ જણાવ્યું કે, દહિસરથી મીરા-ભાયંદર (Dahisar To Mira road) વચ્ચે એલિવેટેડ લિંક રોડ બનાવવા માટે ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો છે. આનાથી આ એલિવેટેડ લીંક રોડના નિર્માણનો માર્ગ મહદ અંશે સાફ થઈ જશે. અગાઉ BMCએ પ્રોજેક્ટ માટે ત્રણ વખત ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ કોઈ કંપનીએ રસ દાખવ્યો ન હતો. BMCના ડેપ્યુટી કમિશનર ઉલ્હાસ મહાલેએ જણાવ્યું કે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ મંગળવાર હતી. ત્રણ કંપનીઓ જે કુમાર, એલએન્ડટી, એફકોન ઈન્ફ્રાસ્ટ્રક્ચરે ટેન્ડર ભર્યા છે. આ ત્રણમાંથી કોઈપણ એકને કામ સોંપવામાં આવશે. આ પ્રોજેક્ટના નિર્માણ બાદ 45 મિનિટ જેટલો સમય લાગે છે તે પ્રવાસ માત્ર 10 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. BMCને દહિસર-મીરા-ભાયંદર એલિવેટેડ લિંક રોડનું કામ વર્ષ 2026 સુધીમાં પૂર્ણ કરવાની આશા છે. BMC આ પ્રોજેક્ટ પર રૂ. 3186 કરોડ ખર્ચવાનો અંદાજ છે. જોકે, આખરી કિંમત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નક્કી કરવામાં આવશે. BMC મુંબઈ (BMC Mumbai)અને MMR વચ્ચે રોડ સર્વિસને બહેતર બનાવવા માટે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
દહિસરથી મીરા-ભાયંદર (Dahisar To Mira road)વચ્ચેનો એલિવેટેડ લિંક રોડ મહત્વપૂર્ણ છે. આ રોડના નિર્માણથી મુંબઈથી મીરા-ભાયંદર, વસઈ-વિરાર, પાલઘર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી જતા લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
BMCએ દહિસરથી ભાયંદર(Dahisar To Mira road)સુધી 5.3 કિલોમીટર લાંબો રસ્તો બનાવવાની યોજના બનાવી છે. જેમાંથી 1.5 કિલોમીટર લાંબો રોડ BMC વિસ્તારમાં (મુંબઈ) આવશે, જ્યારે 3.5 કિલોમીટર લાંબો રોડ મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવશે. આ રોડની પહોળાઈ 45 મીટર હશે. તે બંને બાજુથી 4-4 લેનનું હશે. આ રોડ કંદેરપારા મેટ્રો સ્ટેશન લિંક રોડ દહિસર પશ્ચિમથી શરૂ થશે. ઉત્તન રોડ પાસેના સુભાષ ચંદ્ર બોઝ ગ્રાઉન્ડથી ભાયંદર પશ્ચિમ સુધી જશે. આ રોડ પરથી રોજના 75 હજાર વાહનોની અવરજવર અપેક્ષિત છે. આ સાથે દહિસર ચેક નાકા પર ટ્રાફિકનું ભારણ લગભગ 35 ટકા ઘટશે.