24 December, 2025 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ યોજાવાની છે. ગઈ કાલથી એનાં ઉમેદવારીપત્રકનું વિતરણ ચાલુ કરાયું હતું. પહેલા દિવસે સ્ટેટ ઇલેક્શન કમિશનના ૨૩ વિભાગીય ઑફિસરની ઑફિસમાંથી કુલ ૪૧૬૫ ફૉર્મનું વિતરણ કરાયું હતું. જોકે સામે એક પણ ઉમેદવારે તેનું ઉમેદવારીપત્રક ભરીને દાખલ કર્યું નહોતું, ઉમેદવારી નોંધાવી નહોતી.
૨૩ ડિસેમ્બરથી ઉમેદવારીપત્રકની વહેંચણી ચાલુ થઈ છે જે ૨૫ ડિસેમ્બર (નાતાલ) અને ૨૮ ડિસેમ્બર (રવિવાર)ને બાદ કરતાં ૨૯ ડિસેમ્બર સુધી સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મળી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ ડિસેમ્બરે પણ ૪ વાગ્યા સુધી ઉમેદવારીપત્રક મળી શકશે. એ ઉમેદવારીપત્રક ૩૦ ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યા સુધી ભરીને ઉમેંદવારી નોધાવી શકાશે. ૩૧ ડિસેમ્બરે ઉમેદવારીપત્રકોની સ્ક્રુટિની કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ બીજી જાન્યુઆરી છે. ઉમેદવારોની અંતિમ યાદી ૩ ડિસેમ્બરે સ્ટેટ ઇલેક્શન કમિશન જાહેર કરશે.