સ્થાનિક સુધરાઈએ ચોમાસા પહેલાં જાહેર કરી જોખમી ઇમારતોની યાદી

06 May, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્થાનિક સુધરાઈએ જોખમી જાહેર કરેલાં કુલ ૩૮ બિલ્ડિંગમાં ભાઈંદર-ઈસ્ટનાં બાવીસ, મીરા રોડનાં ૯ અને ભાઈંદર-વેસ્ટનાં ૭ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.

પ્રતીકાત્મક તસવીર

ચોમાસું નજીક છે ત્યારે દર વર્ષની જેમ મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ જોખમી ઇમારતોની યાદી જાહેર કરી છે. મીરા-ભાઈંદરમાં ૫૧૩ જૂનાં બિલ્ડિંગો આવેલાં છે, જેમાંથી ૩૮ બિલ્ડિંગ અત્યંત જોખમી અને ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં હોવાનું જણાઈ આવ્યું છે. આ બિલ્ડિંગો રહેવાલાયક નથી એટલે એ તાત્કાલિક ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. સ્થાનિક સુધરાઈએ જોખમી જાહેર કરેલાં કુલ ૩૮ બિલ્ડિંગમાં ભાઈંદર-ઈસ્ટનાં બાવીસ, મીરા રોડનાં ૯ અને ભાઈંદર-વેસ્ટનાં ૭ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.

મીરા-ભાઈંદરમાં ૫૧૩ ઇમારત જર્જરિત છે. એમાંથી ૪૨૯ ઇમારતોને ખાલી કરાવ્યા વિના રિપેરિંગ કરી શકાય એવી સ્થિતિ છે અને ૧૫ બિલ્ડિંગોમાં નાના-મોટા રિપેરિંગની જરૂર છે, જ્યારે ૩૮ ઇમારત અત્યંત જોખમી હોવાથી એ ખાલી કરાવવી જરૂરી છે. જોકે આ જોખમી ઇમારતોમાં રહેતા લોકો માટે સુધરાઈ દ્વારા કોઈ પર્યાયી વ્યવસ્થા કરવામાં નથી આવતી એટલે જીવના જોખમે પણ લોકો આવાં બિલ્ડિંગોમાં રહે છે.

mira bhayandar municipal corporation monsoon news mumbai monsoon news mumbai mumbai news