Maharashtra: ટોળાએ 3 શીખ સગીર બાળકોને ચોર સમજી માર માર્યો, 1નું મોત, 2 ઘાયલ

31 May, 2023 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર(Maharashtra) ના પરભણી જિલ્લામાંથી મોબ લિંચિંગ (Maharashtra Mob lynching)નો મામલો સામે આવ્યો છે. અહીંના ઉખલાદ ગામમાં, સગીર શીખ બાળકોને ચોર સમજીને ટોળાએ માર માર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર(Maharashtra) ના પરભણી જિલ્લામાંથી મોબ લિંચિંગ (Maharashtra Mob lynching)નો મામલો સામે આવ્યો છે. અહીંના ઉખલાદ ગામમાં, સગીર શીખ બાળકોને ચોર સમજીને ટોળાએ માર માર્યો હતો, જોકે તેમાંથી બે બાળકોને પોલીસે બચાવી લીધા હતા. મોબ લિંચિંગની આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હકીકતમાં, 27 મેના રોજ, મહારાષ્ટ્રના પરભણીમાં, ત્રણ શીખ બાળકોને બકરા ચોર સમજીને લોકોએ માર માર્યો હતો, જેમાં એક શીખ બાળકનું મોત થયું હતું.

6 લોકો સામે કેસ નોંધાયો

પોલીસે આ મામલે કુલ 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અકરમ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ મોબ લિંચિંગની આ ઘટનાની સખત નિંદા કરી છે.

14 વર્ષના સગીરનું મોત થયું હતું

હરજિન્દર સિંહ ધામીએ જણાવ્યું કે પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં ક્રિપાલ સિંહ નામના 14 વર્ષના સગીર શીખ યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય બે સગીર શીખ યુવકો અવતાર સિંહ (16) અને અરુણ સિંહ (15) ગંભીર રીતે ઘાયલ છે. 

આ પણ વાંચો: અમે નફરતના શહેરમાં પ્રેમની દુકાન ખોલી છે, અમેરિકામાં રાહુલ ગાંધીનો BJP પર પ્રહાર

"સમગ્ર શીખ જગતમાં આક્રોશની લહેર છે"

તેમણે કહ્યું કે આ ઘટનાથી શીખ માનસને ખૂબ જ ઠેસ પહોંચી છે અને સમગ્ર શીખ જગતમાં આક્રોશની લહેર છે. તેમણે કહ્યું કે આ જઘન્ય અપરાધ માનવતા પર કલંક સમાન છે, જેના ગુનેગારોને સખત સજા થવી જોઈએ. તેમણે કહ્યું કે પોલીસે તમામ ગુનેગારોને ઓળખીને તેમની ધરપકડ કરવી જોઈએ અને તેમને કડક સજા થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

mumbai news maharashtra