ભાઇંદરમાં સવા લાખ રુદ્રાક્ષનું ૧૭ ફૂટનું શિવલિંગ

26 July, 2012 07:28 AM IST  | 

ભાઇંદરમાં સવા લાખ રુદ્રાક્ષનું ૧૭ ફૂટનું શિવલિંગ

આ વર્ષે ૧૭ ફૂટના રુદ્રાક્ષના બનાવવામાં આવેલા આ શિવલિંગનાં દર્શને હજારો ભક્તો ઊમટી પડ્યા છે. આ શિવલિંગની નવીનતા એ છે કે ૧,૨૫,૦૦૦ રુદ્રાક્ષનું આખું શિવલિંગ ઊભું કરવામાં આવ્યું છે. ૧૭ ઑગસ્ટે શ્રાવણ મહિનો પૂરો થયા બાદ શિવલિંગના આ રુદ્રાક્ષને શંકર ભગવાનના ભક્તોને પ્રસાદરૂપે આપવામાં આવશે. ઇચ્છાપૂર્તિ શિવલિંગ તરીકે પ્રખ્યાત શિવલિંગની પૂજા અને અભિષેક માટે નામ નોંધાવવું પડશે. આ અનોખા શિવલિંગનાં દર્શને ભક્તો દૂર-દૂરથી આવી રહ્યા છે.