મુંબઈની ૨૦૦૦ રેસ્ટોરાં હવે LPG છોડી પાઇપ્ડ ગૅસ અપનાવશે

06 April, 2026 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાનગર ગૅસ લિમિટેડને રોજની ૧૦૦ હોટેલની અરજી મળી રહી છે

પ્રતીકાત્મક તસવીર

રાંધણ ગૅસના પુરવઠામાં સર્જાયેલી અનિશ્ચિતતાનો કાયમી ઉકેલ લાવવા મુંબઈના હોટેલ ઉદ્યોગે કમર કસી છે. કમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડરની અછત, વિલંબ અને રોજિંદી હાલાકીથી બચવા માટે શહેરની અંદાજે ૨૦૦૦ હોટેલો અને રેસ્ટોરાં હવે પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) કનેક્શન તરફ વળી રહી છે.

નવાં ગૅસ-કનેક્શન માટે સૌથી મજબૂત પ્રતિસાદ સાઉથ મુંબઈમાંથી જોવા મળ્યો છે. જોકે આ વિસ્તારમાં ગીચ વસ્તી અને જમીનની નીચે અન્ય ઉપયોગી સેવાઓના નેટવર્કને કારણે પાઇપલાઇન નાખવી પડકારજનક છે છતાં કુલ અરજીઓમાંથી ૬૦ ટકા અરજીઓ આ વિસ્તારના વેપારીઓ તરફથી મળી છે. હોટેલ અસોસિએશન આહારના જણાવ્યા અનુસાર દરરોજ આશરે ૧૦૦ જેટલી રેસ્ટોરાંના સંચાલકો PNG માટે લાઇન લગાવી રહ્યા છે.

મહાનગર ગૅસ લિમિટેડ (MGL)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘જે હોટેલો હાલના પાઇપલાઇન નેટવર્કની નજીક છે તેમની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં જ અંદાજે ૮૦૦ જેટલા હોટેલ-રેસ્ટોરાંના માલિકોએ અરજી કરી છે અને ઝુંબેશના અંત સુધીમાં આ આંકડો ૨૦૦૦ને પાર કરી જવાની શક્યતા છે.’

mumbai news mumbai lpg crisis lpg cylinder indian hotel & restaurant association hotel and restaurant