17 July, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. BMCના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા હેલ્થ રિપોર્ટ અનુસાર ૧ જાન્યુઆરીથી ૧૪ જુલાઈના સમયગાળામાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ મુંબઈમાં ડેન્ગીના કેસોમાં ૨૭.૮ ટકા અને મલેરિયાના કેસોમાં ૧૮.૨ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
આ આંકડા સામે આવ્યા બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટે સર્વેલન્સ તથા જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરી દીધી છે.
BMCએ ઘર-ઘર સર્વેલન્સ અંતર્ગત ૧ જૂનથી ૧૪ જુલાઈ વચ્ચે ૧૦.૬૯ લાખ ઘરોનો સર્વે કરીને ૩૬.૮૧ લાખ નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી છે અને લોહીના ૧,૦૦,૪૭૨ નમૂના લીધા છે. મચ્છરોનાં ઉત્પત્તિસ્થાનો શોધવા માટે ૩૦૦૦ બાંધકામ-સાઇટોની તપાસ કરવામાં આવી હતી.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે નોંધાયેલા કેસ (૧ જાન્યુઆરીથી ૧૪ જુલાઈ)
રોગ ૨૦૨૫ ૨૦૨૬
મલેરિયા ૩૧૧૫ ૩૬૮૧
ડેન્ગી ૭૩૪ ૯૩૭
લેપ્ટોસ્પાયરોસિસ ૧૩૬ ૧૫૭
H1N1 ઇન્ફ્લુએન્ઝા ૪૨ ૧૧૩
ચિકનગુનિયા ૧૭૯ ૩૧
ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ (ઝાડા-ઊલટી) ૪,૮૩૧ ૩,૮૬
કોવિડ-૧૯ ૧,૦૪૯ ૭૧