દેશની સુરક્ષા માટે બૅન કરાયેલાં ૧૧,૦૬૦ વૉકી-ટૉકી અને ઈ-વેસ્ટ જપ્ત થયાં

23 March, 2026 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનથી છૂપી રીતે ૯.૨૫ કરોડનો માલ મુંબઈ લાવનારા પિતા-પુત્રની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પર ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ ૧૧,૦૬૦ પ્રતિબંધિત વૉકી-ટૉકી સેટ અને સેકન્ડ-હૅન્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (HDD) જપ્ત કર્યાં છે જેની કિંમત ૯.૨૫ કરોડ હોવાનો અંદાજ છે.

જરૂરી પરવાનગી વિના ચીનથી માલ આયાત કરનાર મુંબઈની બે કંપનીઓના માલિક પિતા-પુત્રની કસ્ટમ્સ ઍક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે DRI અધિકારીઓની એક ટીમે ૨.૫ કરોડના વૉકી-ટૉકી સેટ અને ૬.૭૫ કરોડની સેકન્ડ-હૅન્ડ HDD જેને ઈ-વેસ્ટ માનવામાં આવે છે એ જપ્ત કરી હતી.

પ્રતિબંધિત વસ્તુઓ ૨૧ કરોડની કિંમતની વિવિધ ઇલેક્ટ્રૉનિક પ્રોડક્ટ્સમાં છુપાવીને ચીનથી લાવવામાં આવી હતી.

બાઓફેંગ BF-888S વૉકી-ટૉકીને ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન (DoT) દ્વારા બ્લૅકલિસ્ટ કરવામાં આવી છે, કારણ કે એનો ઉપયોગ ગેરકાયદે કમ્યુનિકેશન માટે થઈ શકે છે અને એનાથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય છે. ડિરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડની પરવાનગી વિના સેકન્ડ-હૅન્ડ HDD પણ આયાત કરી શકાતી નથી. 

mumbai news mumbai navi mumbai navi mumbai airport Crime News