થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે કાશ્મીરથી મંગાવેલો ગાંજો અને ચરસ જપ્ત

31 December, 2020 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે કાશ્મીરથી મંગાવેલો ગાંજો અને ચરસ જપ્ત

પ્રતીકાત્મક તસવીર

થર્ટી ફર્સ્ટની રાત્રે રેવ પાર્ટી ઓર્ગેનાઇઝ કરાઈ છે અને એ માટે ગાંજાની પણ ગોઠવણ કરાઈ છે એવી માહિતી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના રિજનલ ડિરેક્ટર સમીર વાનખેડેને મળી હતી. જેના આધારે થાણેના વાગળે એસ્ટેટમાં રહેતા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અશરફ મુસ્તફા શાહના ઘરે રેઇડ પાડવામાં આવી હતી અને તેના ઘરમાંથી ૪ કિલો ચરસ મળી આવ્યું હતું.

એનસીબીએ તેની પૂછપરછ કરતાં એ ચરસ તે ૩૧ની રેવ પાર્ટીમાં વેચવાનો હતો એવું તેણે જણાવ્યું હતું. તેની વધુ પૂછપરછ કરતાં તેણે અન્ય એક વ્યક્તિનું નામ આપ્યું હતું. એની તપાસ દરમ્યાન તેની પાસેથી ૧૧ કિલો ગાંજો મળી આવ્યો હતો. અશરફે આયોજિત કરેલી રેવ પાર્ટી માટે અનેક યુવક-યુવતીએ બુકિંગ કરાવ્યું હોવાનું જણાઈ

આવ્યું હતું. આ ગાંજો અશરફે જમ્મુ-કાશ્મીરથી મગાવ્યો હતો. એનસીબીએ તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

mumbai mumbai news jammu and kashmir new year