દાઉદના સહયોગી યુસૂફ બચકાનાની ધરપકડ, 27 જૂલાઈ સુધી રિમાન્ડ પર

20 July, 2021 04:34 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ પોલીસે દાઉના સહયોગી મનાતા યુસૂફ બચકાનાની ધરપકડ કરી છે. આ સાથે જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ક્રાઈમ બ્રાંચ( mumbai crime branch)એક્સટૉર્શન સેલે ગેંગસ્ટર યુસુફ બચકાના (Ganster yusuf Bachakana)ની ધરપકડ કરી હતી અને તેને આજે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. યુસુફ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) નો સહયોગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  યુસૂફની રંગદારીનાએક મામલે ધરપકડ કરવામાં આવી છે.  તેના પર હત્યાનો પર આક્ષેપ છે. 

આપને જણાવી દઈએ કે યુસૂફ બચાકાના કેટલાય સમયથી ફરાર હતો. તેની સામે હત્યા અને  ગેરવસુલી જેવા કેસ નોંધાયા છે. 

સુત્રો અનુસાર મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બેલોરી જેલમાંથી તેને ઝડપી પાડ્યો હતો. યુસૂફ બચકાનાને આજે ફોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. 

આ સાથે જ યુસૂફ બચકાનાને 27 જૂલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કર્ણાટક પોલીસે પણ યુસુફની ધરપકડ કરી હતા. પોલીસે ખંડણી મામલે બચકાનાની ઝડપી પાડ્યો હતો.    

mumbai mumbai news mumbai crime news dawood ibrahim