કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મહિલાએ પોતાના પર રેડ્યું લોહી, કર્યો રશિયા-યુક્રેન યુદ્ધનો વિરોધ

22 May, 2023 06:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ દરમિયાન એક છોકરી લાલ રંગથી લથપથ થઈને આ ફેસ્ટિવલમાં એક પહોંચી હતી અને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે આ છોકરીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા

ફ્રાન્સમાં આયોજિત કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival) ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ 16 મેના રોજ ફ્રેન્ચ રિવેરા ખાતે શરૂ થયો હતો, જે 27 મે 2023ના રોજ સમાપ્ત થશે. અત્યાર સુધી ઘણા લોકોએ તેમની ફેશનથી ઝાલવો બતાવ્યો છે. આ દરમિયાન એક છોકરી લાલ રંગથી લથપથ થઈને આ ફેસ્ટિવલમાં એક પહોંચી હતી અને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે આ છોકરીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

લાલ રંગમાં લથપથ મહિલા કાન્સમાં કેમ પહોંચી?

સમાચાર વેબસાઇટ ડેઈલી મેલના એક અહેવાલ અનુસાર, યુવતીએ રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ના વિરોધમાં આવું કર્યું હતું. તે રશિયન ધ્વજના રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે, જ્યારે તે રેડ કાર્પેટ પર ચાલે છે ત્યારે ફોટોગ્રાફર્સ તેની તસવીરો લેવાનું શરૂ કરે છે. એટલા માટે તે પોતાની જાત પર લાલ રંગ ઉતારે છે. તેના આ કૃત્ય બાદ સુરક્ષામાં તહેનાત ઑફિસર એક તેનો હાથ ખેંચે છે અને તેને ત્યાંથી બહાર લઈ જાય છે.

આ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Force_A_Ukraine નામના એકાઉન્ટથી શૅર કરવામાં આવી છે, જેના કેપ્શનમાં લખ્યું છે કે કાન ફેસ્ટિવલ ડે પર યુક્રેનના ધ્વજના રંગોમાં સુંદર ડ્રેસ પહેરેલી એક મહિલા યુક્રેન-રશિયા યુદ્ધમાં રશિયા સામે લોહીથી લથપથ હોવાની પ્રતિક્રિયા બતાવી હતી. અંતે તેણીની પ્રશંસા કરતાં લખ્યું છે, “શાબાશ મેડમ.”

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા PM મોદી

આ પહેલા પણ બની છે આવી ઘટના

નોંધનીય છે કે, આ પ્રકારનો આ પહેલો કેસ નથી. ગયા વર્ષે, એક મહિલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશનો વિરોધ કરતાં સંદેશ સાથે કાન્સમાં હાજરી આપી હતી. મહિલા પહેલાં રેડ કાર્પેટ પર પૂરા કપડા પહેરીને ચાલી અને પછી ધીમે-ધીમે તેના કપડાં ઉતારવા લાગી હતી. તેણે પોતાના શરીર પર `સ્ટોપ રેપિંગ અસ` લખ્યું હતું.

international news cannes film festival russia ukraine