ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા બદલ ઈરાને કઈ બે માગણીઓ કરી?

17 March, 2026 12:07 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

જોકે આ અહેવાલ વિશે ભારત કે ઈરાનના અધિકારીઓ તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી

એસ. જયશંકર

હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલાં ભારતના એક તેલના અને બે LPGનાં ટૅન્કરોને સુરક્ષિત રસ્તો આપવા બદલ ઈરાને ભારત પાસે બે ડિમાન્ડ મૂકી હોવાનો ન્યુઝ-એજન્સી રૉઇટર્સનો દાવો છે. ગઈ કાલે અમેરિકાના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે ભારતે ૩ જહાજોને સુરક્ષિત રસ્તો આપવા બદલ ઈરાન સાથે ડીલ કરી છે. એ પછી રૉઇટર્સે દાવો કર્યો હતો કે ઈરાને કહ્યું છે કે જો ભારતને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પોતાનાં જહાજો માટે સુરક્ષિત રસ્તો જોઈતો હોય તો બદલામાં ભારતે ઈરાનનાં જપ્ત કરેલાં ૩ ટૅન્કરો છોડવાં પડશે. આ ઉપરાંત ઈરાને ભારત પાસેથી કેટલીક દવાઓ અને મેડિકલ ઉપકરણોના સપ્લાયની પણ ડિમાન્ડ કરી છે. એજન્સીના દાવા મુજબ ઈરાનના રાજદૂતે ગઈ કાલે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે આ વિશે વાત કરી છે. 

જોકે આ અહેવાલ વિશે ભારત કે ઈરાનના અધિકારીઓ તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. આ પહેલાં ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ‘જહાજો છોડાવવા માટે કોઈ ડીલ કરવામાં નથી આવી., માત્ર કૂટનીતિક વાતચીતના આધારે આ નિર્ણય લેવાયો છે.’

ભારતે ફેબ્રુઆરી મહિનામાં ઈરાનનાં ત્રણ જહાજો જપ્ત કર્યાં હતાં, કેમ એ ઓળખ છુપાવીને અમેરિકાના પ્રતિબંધ છતાં સમુદ્રમાં ગેરકાનૂની રીતે માલવહન કરી રહ્યાં હતાં.

international news world news hormuz strait russia s jaishankar iran israel united states of america