વિજ્ય માલ્યાનું લંડનનું આલીશાન ઘર પર સ્વીસ બૅંકનો કબ્જો, જાણો ભારતે કેટલી રિકવરી કરી

19 January, 2022 10:59 AM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

વિજય માલ્યાને લંડનનું ઘર ખાલી કરવાનું છે પણ તેનાથી ભારતને કોઈ ફાયદો થવાનો નથી

વિજ્ય માલ્યા

ભાગેડુ જાહેર કરાયેલા લિકર બેરોન વિજય માલ્યા (Vijay Mallya) હવે લંડનમાં તેનું આલીશાન ઘર ગુમાવી ચૂક્યા છે. થોડા સમય પહેલા માલ્યાને આ ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેની સામે માલ્યાએ તે ઓર્ડર પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી. હવે તે અરજી બ્રિટિશ કોર્ટે ફગાવી દીધી છે એટલે કે માલ્યાએ આ ઘર ખાલી કરવું પડશે. 
વિજય માલ્યાને લંડનનું ઘર ખાલી કરવાનું છે પણ તેનાથી ભારતને કોઈ ફાયદો થવાનો નથી. 
સ્વિસ બેંક UBS સાથે લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની વિવાદમાં વિજય માલ્યાના ઘરને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એટલે કે, જો આ ઘર ખાલી કરવામાં આવશે, તો તેનો કબજો UBS સ્વિસ બેંક પાસે જશે, જે તેને વેચી દઇને માલ્યાનું દેવું પતાવશે.

ભારતીય સ્ટેટ બેંક (SBI)ના નેતૃત્વ હેઠળના બેંકોના કન્સોર્ટિયમે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને રૂ. 9,900 કરોડનું દેવું હતું. ઘણી બેંકોએ કિંગફિશર એરલાઈન્સને આ રીતે લોન્સ આપી હતી. 65 વર્ષીય માલ્યા હાલમાં યુકેમાં જામીન પર જેલ બહાર છે. એવું માનવામાં આવે છે કે પ્રત્યાર્પણ પ્રક્રિયા સંબંધિત અલગ કેસમાં દેશમાં આશ્રયના મુદ્દા પર ખાનગી કાનૂની કાર્યવાહીના નિરાકરણ સુધી તે જામીન પર રહી શકે છે.

ભારતીય બેંકોએ અત્યાર સુધીમાં તેમના ઘણા પૈસા વસૂલ કર્યા છે. બેંકોના એક કન્સોર્ટિયમે માલ્યાના શેર બે વખત વેચ્યા છે. એક વખત તેને 5,824.50 કરોડ રૂપિયા અને બીજી વખત તેને 1,357 કરોડ રૂપિયા મળ્યા. આ રીતે વિજય માલ્યાને લોન આપનારી બેંકોએ લગભગ 81 ટકા વસૂલ કરી છે. વિજય માલ્યા પર બેંકોના કુલ રૂ. 9,900 કરોડનું દેવું હતું. મતલબ કે હવે માત્ર 19 ટકા રકમ વસૂલવાની બાકી છે.

international news united kingdom vijay mallya india