યુરોપિયન દેશો પર બરાબરના અકળાયા છે ડોનલ્ડ ટ્રમ્પ

19 March, 2026 09:38 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય તેલ વેપાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે છતાં યુરોપિયન દેશો ત્યાં સુરક્ષા માટે સહયોગ આપવા પાછીપાની કરી રહ્યા છે.

ડોનલ્ડ ટ્રમ્પ

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની)માં સુરક્ષાવ્યવસ્થા જાળવી રાખવા માટે સંપત્તિ અને સૈન્ય સંસાધનો પૂરાં પાડવાની યુરોપિયન સાથી દેશોની અનિચ્છાએ અમેરિકામાં ભારે નારાજગી જન્માવી છે. અમેરિકન સેનેટર લિન્ડ‍્સે ગ્રેહામે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સાથી દેશોના આ વલણને કારણે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અત્યંત ગુસ્સામાં છે.

લિન્ડ‍્સે ગ્રેહામે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં ટ્રમ્પને ક્યારેય આટલા ગુસ્સામાં જોયા નથી. યુરોપિયન દેશોના વલણની આકરી ટીકા કરતાં તેમણે ઉમેર્યું હતું કે સાથી દેશોની આ પ્રકારની ‘ઉદ્ધતાઈ’ ખરેખર આઘાતજનક છે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય એ બાબત બહુ ચિંતાનો વિષય નથી એવું સાથી દેશોનું સૂચન અત્યંત અહંકારી છે.

લિન્ડ‍્સે ગ્રેહામે રોષ વ્યક્ત કર્યો કે ઈરાનને પરમાણુ બૉમ્બ મેળવતા રોકવા માટેની સૈન્ય કાર્યવાહી માત્ર અમેરિકાની સમસ્યા છે અને તેમની નહીં એવું વિચારવું અપમાનજનક છે.

હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય તેલ વેપાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે છતાં યુરોપિયન દેશો ત્યાં સુરક્ષા માટે સહયોગ આપવા પાછીપાની કરી રહ્યા છે.

international news world news hormuz strait iran israel united states of america donald trump