08 May, 2025 10:25 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
ભારતના ઑપરેશન સિંદૂર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તનાવની સ્થિતિને શરમજનક ગણાવી હતી. મંગળવારે સાંજે ટ્રમ્પે કહ્યું હતું કે મને હમણાં જ ખબર પડી કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે.
ટ્રમ્પે કહ્યું કે મને આશા છે કે આ જલદીથી સમાપ્ત થઈ જશે. ટ્રમ્પનું આ નિવેદન ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક તનાવને દર્શાવે છે, પરંતુ તેમની ટિપ્પણીમાં આતંકવાદ સામે ભારતની કાર્યવાહીનો કોઈ ઉલ્લેખ નહોતો. વિદેશપ્રધાન માર્કો રુબિયોએ ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી. રુબિયોએ બન્ને દેશોને તનાવ ઓછો કરવાની અપીલ કરી હતી, પરંતુ અમેરિકાએ વારંવાર ભારતની આતંકવાદ સામેની લડાઈને ટેકો આપ્યો છે.