`મને ખબર હતી કે ભારત...` ઑપરેશન સિંદૂર પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રતિક્રિયા

08 May, 2025 07:03 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

Donald Trump on Operation Sindoor: પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય હવાઈ હુમલા અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તેમના અનુભવોના આધારે તેઓ જાણતા હતા કે ભારત ચોક્કસપણે કંઈક કડક કાર્યવાહી કરશે.

ડોનલ્ડ ટ્રમ્પ ફાઇલ તસવીર

Donald Trump on Operation Sindoor: પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય હવાઈ હુમલા અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તેમના અનુભવોના આધારે તેઓ જાણતા હતા કે ભારત ચોક્કસપણે કંઈક કડક કાર્યવાહી કરશે. તેમણે વધુમાં કહ્યું લે `મને લાગે છે કે ભૂતકાળની કેટલીક ઘટનાઓના આધારે લોકો જાણતા હતા કે કંઈક થવાનું છે. ભારત-પાકિસ્તાન  ઘણા સમયથી લડી રહ્યાં છે. તો તેઓ કેટલાક દાયકાઓ લડી રહ્યા છે. મને આશા છે કે યુદ્ધ આ ખૂબ જ જલ્દી સમાપ્ત થશે.`

આ દરમિયાન, પાકિસ્તાની સેનાએ પુષ્ટિ આપી છે કે ભારતીય મિસાઇલ હુમલાઓએ બહાવલપુરના મુઝફરાબાદ, કોટલી અને અહમદ પૂર્વ વિસ્તારને નિશાન બનાવ્યા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના ડિરેક્ટર જનરલ (ડીજી આઈએસપીઆર) લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ગુસ્સામાં કહ્યું છે કે થોડા સમય પહેલા ભારતે બહાવલપુરના અહમદ પૂર્વ વિસ્તારમાં કોટલી અને મુઝફરાબાદમાં ત્રણ સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતા.

ઑપરેશન સિંદૂર વિશે અમેરિકાએ શું કહ્યું?
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જાહેર કર્યું છે કે `અમે આ ઘટના પર નજર રાખી રહ્યા છીએ. હજી સુધી કોઈ મૂલ્યાંકન થયું નથી, પણ આ પરિસ્થિતિ બદલાઈ રહી છે. વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી હતી. (Donald Trump on Operation Sindoor) રુબિયોએ બંને દેશોને `તણાવ ઓછો કરવા` અપીલ કરી હતી, પરંતુ અમેરિકાએ વારંવાર ભારતની આતંકવાદ સામેની લડાઈને ટેકો આપ્યો છે.

ભારતે કોઈ લશ્કરી મથકને નથી બનાવ્યું નિશાન
Donald Trump on Operation Sindoor: ભારતીય મંત્રાલયે `ઑપરેશન સિંદૂર`ની પુષ્ટિ કરી છે. તેમાં પાકિસ્તાન અને Pok (Pakistan Occupied Kashmir)માં આવેલા 9 આતંકવાદી કૅમ્પને નિશાન બનાવ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી આતંકવાદીઓ અને તેના કૅમ્પસને ઠાર કરવા માટેનું પગલું છે. આમાં કોઈ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યા નથી. આ હુમલાઓ પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા જેમાં 25 ભારતીય નાગરિકો અને એક નેપાળી નાગરિક માર્યા ગયા હતા. 

તમને જણાવી દઈએ કે આ હુમલો પહલગામ આતંકવાદી હુમલાના 15 દિવસ બાદ ગઈકાલે મોડી રાત્રે કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 250 આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે પહલગામ હુમલા બાદ પીએમ મોદીએ ત્રણેય સેનાના વડાઓ સાથે ઘણી બેઠકો કરી હતી. ત્યારે આ ગુપ્ત બેઠકોમાં પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પહલગામ હુમલામાં આતંકવાદીઓએ આપણી ઘણી બહેનોને વિધવા કરી નાખી છે. એવી અનેક મહિલાઓ છે કે જેના માથાનું સિંદૂર ઉતારી નાખવામાં આવ્યું છે. તો આના જવાબમાં આપણે યોગ્ય પગલાં લેવા પડશે. એમ નરેન્દ્ર મોદીએ ગુપ્ત બેઠકોમાં જણાવ્યું હતું.

operation sindoor Pahalgam Terror Attack donald trump us president Pakistan occupied Kashmir Pok pakistan national news news