US Iran Talks: વાટાઘાટોના સેકન્ડ રાઉન્ડ માટે ઈરાને ના પાડી, અમેરિકા પર મૂક્યો ‘બ્લૅક ગેમ’નો આરોપ

20 April, 2026 08:58 AM IST  |  Iran | Gujarati Mid-day Online Correspondent

US Iran Talks: એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં વાટાઘાટ કરવા માટે પ્રતિનિધિઓને  મોકલવાનો આદેશ આપ્યો છે કારણ કે મિડલ ઈસ્ટમાં સીઝફાયર ૨૨ એપ્રિલે સમાપ્ત થવાનું છે.

મિડલ ઈસ્ટમાં સીઝફાયર ૨૨ એપ્રિલે સમાપ્ત થવાનું છે એ પહેલાં વાટાઘાટોને લઇને આવ્યા છે મહત્વના અપડેટ

ઈરાન અને અમેરિકા (US Iran Talks)ની વચ્ચે પ્રસ્તાવિત બીજા રાઉન્ડની વાતચીતને લઈને મહત્વના અપડેટ સામે આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ઇરાને ચોખી ના પાડી દેતાં કહ્યું છે કે હાલ તો એ આ વાતચીતમાં ભાગ લેવાનો કોઈ પ્લાન નથી બનાવી રહ્યા.

ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે ઈસ્લામાબાદમાં બીજા રાઉન્ડની વાટાઘાટો અંગેના અહેવાલો સદંતર ખોટા છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં વાટાઘાટ કરવા માટે પ્રતિનિધિઓને  મોકલવાનો આદેશ આપ્યો છે કારણ કે મિડલ ઈસ્ટમાં સીઝફાયર ૨૨ એપ્રિલે સમાપ્ત થવાનું છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સી એમ પણ જણાવે છે કે અમેરિકા (US Iran Talks)ની જે માંગણીઓ છે તે હદ કરતાં વધારે છે, ગેરવાજબી અને અવાસ્તવિક અપેક્ષાઓ તેમજ સ્થિતિઓમાં વારંવાર પરિવર્તન, સતત વિરોધાભાસ અને સીઝફાયરનું ઉલ્લંઘન કરતી કહેવાતી નૌકાદળની નાકાબંધી, ધમકીભર્યા નિવેદનો વગેરેને કારણે અત્યાર સુધી વાટાઘાટોમાં અવરોધ આવ્યો છે.

આ સાથે જ તમને જણાવી દઈએ કે તેહરાને પણ અમેરિકા પર બ્લૅક ગૅમ રમવાનો અને દેશ પર દબાણ લાવવા માટે બીજા રાઉન્ડની વાટાઘાટોમાં ઈરાનની ભાગીદારી વિશે ખોટું બોલવાનો પણ આરોપ મૂક્યો હતો. પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રેઝા અમીરી મોઘાદમે પણ ઈરાની જહાજ પર હુમલો થયા બાદ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકાની ટીકા કરી હતી. તેઓએ એક્સ પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે, "તમે આ રીતે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કે નાકાબંધીને વિસ્તારી ન શકો. તમે ઈરાનને વધુ યુદ્ધ અપરાધોની ધમકી અને ગેરવાજબી માંગણીઓ (US Iran Talks) પર ભાર ન મૂકી શકો. જ્યાં સુધી નૌકાદળમાં નાકાબંધી રહેશે ત્યાં સુધી કોઈ વાટાઘાટો નહીં થાય"

ટ્રમ્પને હજીય આશા

ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર સીઝફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે, પરંતુ કહ્યું છે કે તેઓ હજુ પણ સમજૂતીની આશા રાખે છે. ટ્રમ્પ કહે છે કે અમેરિકા ઈરાનને યોગ્ય અને સારી રજૂઆત કરી રહ્યું છે અને અમને આશા છે કે ઈરાન તેનો સ્વીકાર કરશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા ૧૧ અને ૧૨ એપ્રિલે બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ હતી પણ જેનું કોઈ જ પરિણામ આવ્યું નહોંતુ.ન ત્યારબાદ અમેરિકાએ ઈરાન માટે નાકાબંધીની જાહેરાત કરી હતી. શનિવારે ઇરાને એલાન કર્યું હતું કે તેઓ ફરીએકવાર હોર્મુઝને બંધ કરી રહ્યા છે. ઈરાન એનો પક્ષ મૂકતાં કહે છે કે જ્યારે તેણે હોર્મુઝ ખોલવાની જાહેરાત કરી ત્યારે અમેરિકાએ પણ નાકાબંધી હટાવવી જોઈતી હતી.  પણ અમેરિકા (US Iran Talks) તે માટે સંમત ન થયું.

શું છે હોર્મુઝ સ્ટ્રેટનો પ્રશ્ન?

હોર્મુઝ સ્ટ્રેટના રસ્તેથી વિશ્વના ૨૦ ટકા તેલ વેપારનું વહન થાય છે. ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સ (US Iran Talks) દ્વારા ૨૮ ફેબ્રુઆરીના હુમલા પછી આ સામુદ્રધુનીને બંધ કરી દેવામાં આવી છે જેનાથી દુનિયાની મોટાભાગની અર્થવ્યવસ્થાઓ પડીભાંગી છે અને અમેરિકાને પણ ઘણું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે હોર્મુઝ પર લાંબી ચર્ચા થઈ શકે છે. અમેરિકાનું કહેવું છે કે સમજૂતી ન થાય ત્યાં સુધી તેઓ નાકાબંધી ચાલુ જ રાખશે.

international news world news iran israel united states of america middle east crisis hormuz strait tehran