03 August, 2025 12:00 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૨૦૧૯માં અમેરિકામાં થયેલા ઑટોપાઇલટ કાર-અકસ્માતમાં ટેસ્લા કંપની પણ જવાબદાર હોવાનું કહીને કોર્ટે કંપનીને દંડ ફટાકાર્યો હતો. આ માટે ટેસ્લાને ૩૨૯ મિલ્યન ડોલર (આશરે ૨૯૦૦ કરોડ રૂપિયા)નો દંડ ચૂકવવાનો આદેશ અમેરિકાની એક કોર્ટે આપ્યો હતો. આ દુર્ઘટનામાં ટેસ્લાની મૉડલ S કારે સ્ટૉપ સાઇન ચલાવીને બીજી કારને ટક્કર મારી હતી, જેમાં એની બાજુમાં ઊભેલી એક યુવતીનું મૃત્યુ થયું હતું અને તેના બૉયફ્રેન્ડને ગંભીર ઈજા થઈ હતી. ટેસ્લાએ દલીલ કરી હતી કે ટેસ્લા ગાડીનો ડ્રાઇવર દોષી હતો, કારણ કે જ્યારે તેણે તેનો મોબાઇલ ફોન ફ્લોરબોર્ડ પર મૂક્યો પછી તેનું ધ્યાન ભટકાઈ ગયું હતું.