01 August, 2025 11:24 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે અમેરિકાએ ભારતની છ કંપનીઓ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આ છ કંપનીઓ ઈરાન સાથે તેલનો વેપાર કરે છે. ભારત પર ૨૫ ટકા ટૅરિફની જાહેરાત કર્યા પછી અમેરિકાએ ભારતને આપેલો આ બીજો મોટો ઝટકો છે. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતી વિશ્વની ૨૦ મોટી કંપનીઓ પર આ પ્રતિબંધો લાગુ કર્યા છે એમાંની છ ભારતની છે. અમેરિકાએ એવો દાવો કર્યો હતો કે ઈરાન આ કંપનીઓ સાથેના વેપારથી મળતા પૈસાનો ઉપયોગ મિડલ ઈસ્ટમાં આતંકવાદ ફેલાવવા અને લોકોનું દમન કરવા કરી રહ્યું છે.