UKમાં જાણીતા ન્યુરોસર્જ્યન ચિરાગ પટેલ ૮ મહિના માટે સસ્પેન્ડ

27 May, 2026 12:55 PM IST  |  United Kingdom | Gujarati Mid-day Correspondent

મહિલા દરદી સાથે સેક્સ કરવાનો આરોપ

ચિરાગ પટેલ

યુનાઇટેડ કિંગડમ (UK)ના કાર્ડિફમાં યુનિવર્સિટી હૉસ્પિટલ ઑફ વેલ્સના ન્યુરોસર્જ્યન ડૉ. ચિરાગ પટેલને મહિલા દરદી સાથે સેક્સ માણવા અને તેને વ્યસનકારક પેઇનકિલર્સ લખી આપવા બદલ મેડિકલ ટ્રિબ્યુનલ દ્વારા ૮ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ચિરાગ પટેલે મહિલા દરદી સાથેના આ સંબંધોની કબૂલાત કરી હતી. ચિરાગ પટેલે સૌપ્રથમ ફેબ્રુઆરી ૨૦૧૯માં પેશન્ટ A તરીકે ઓળખાતી આ મહિલાની સારવાર કરી હતી. બાદમાં તેમણે ઑગસ્ટ ૨૦૧૯ અને ડિસેમ્બર ૨૦૨૧માં ફરીથી તેના પર ઑપરેશન કર્યું હતું અને ત્રીજી પ્રક્રિયામાં સ્પાઇનલ કૉર્ડ સ્ટિમ્યુલેટર દાખલ કર્યું હતું.

શરૂઆતની સર્જરીના થોડા સમય પછી ડૉક્ટરે દરદી સાથે જાતીય સંબંધ શરૂ કર્યો હતો. આ કૃત્ય માટે તેમણે ખૂબ પસ્તાવો વ્યક્ત કર્યો હતો. ચિરાગ પટેલે જાતીય સંબંધ અને મહિલા સાથે આપત્તિજનક તસવીરો શૅર કર્યાની કબૂલાત કરી હતી અને દરદીને વ્યસનકારક ગોળીઓ સહિતની દવાઓ લખવાનું સ્વીકાર્યું હતું.

international news world news united kingdom gujarati community news Crime News sexual crime