વધુ બે ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ ભારતીય સ્ટુડન્ટ્સ પર બૅન મૂક્યો

26 May, 2023 12:24 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

આ એજ્યુકેશન એજન્ટ્સને પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ તેમ જ જમ્મુ-કાશ્મીરમાંથી સ્ટુડન્ટ્સના ઍડ્મિશનની પ્રોસેસ ન કરવા જણાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ઑસ્ટ્રેલિયાની વધુ બે યુનિવર્સિટીઓએ ભારતનાં કેટલાંક રાજ્યોના સ્ટુડન્ટ્સ પર બૅન મૂકી દીધો છે. આ પહેલાં અનેક યુનિવર્સિટીઓએ આવો જ નિર્ણય જાહેર કર્યો હતો. હવે વિક્ટોરિયામાં ધ ફેડરેશન યુનિવર્સિટી અને ન્યુ સાઉથ વેલ્સમાં વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ ગયા અઠવાડિયામાં એજ્યુકેશન એજન્ટ્સને એના વિશે જાણ કરી હતી. આ એજ્યુકેશન એજન્ટ્સને પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ તેમ જ જમ્મુ-કાશ્મીરમાંથી સ્ટુડન્ટ્સના ઍડ્મિશનની પ્રોસેસ ન કરવા જણાવ્યું હતું. ફ્રૉડની આશંકાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઑસ્ટ્રેલિયાએ રિસન્ટલી માઇગ્રેશન ડીલની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઑસ્ટ્રેલિયાની મુલાકાત વખતે આ જાહેરાત કરવામાં આવી હતી. આ ડીલનો હેતુ સ્ટુડન્ટ્સ અને બિઝનેસમેન સરળતાથી એકબીજાના દેશમાં જઈ શકે એને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે.

international news sydney austria