26 September, 2025 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિટીમાં સેલ્ફ-ડ્રાઇવિંગ ઇલેક્ટ્રિક વેહિકલ ફરતું રહેશે જે પબ્લિક ટ્રાન્સપોર્ટની ગરજ સારશે.
ટોયોટાએ ઑટોમૅટિક ડ્રાઇવિંગ અને બીજી ફ્યુચર ટેક્નૉલૉજીના એક્સપરિમેન્ટ્સ માટે પોતાનું હાઈ-ટેક ગામ શરૂ કર્યું છે. આ એક્સપરિમેન્ટલ પ્રોજેક્ટ છે જેમાં ઑટૉનમસ ટેક્નૉલૉજી કઈ રીતે કામ કરી રહી છે એના પ્રયોગો થશે. આ ગામમાં ઊડતી ટૅક્સીથી લઈને પાળતુ રોબો ઍનિમલ્સ જોવા મળશે. રાતે તમને ઘર સુધી લઈ જાય એવા ડ્રોનનું પરીક્ષણ પણ થઈ રહ્યું છે. ટૉયોટાના ૩૬૦ કર્મચારીઓ અને કંપની સાથે સંકળાયેલા કેટલાક રિસર્ચરો આ ગામનાં સ્માર્ટ ઘરોમાં રહેશે.
હાઈ-ટેક વિલેજમાં થ્રી-વ્હીલ્ડ મોબિલિટી સ્કૂટર.
ઑટૉનમસ રોબો ગાઇડ જે કારને દોરીને એના નિર્ધારિત ગંતવ્ય સુધી પહોંચાડે છે.
ગામનું નામ છે વોવેન સિટી. ટૉયોટાના ચૅરમૅન અકીઓ ટૉયોટાનું કહેવું છે કે આ માત્ર એક શહેર નથી, પરંતુ ભવિષ્યની ટેક્નૉલૉજી માટેનું ટેસ્ટ-ગ્રાઉન્ડ છે. માઉન્ટ ફુજી પાસે બેકાર પડેલી ટૉયોટાની ફૅક્ટરીની જગ્યા પર બનાવેલા આ સિટીનાં ઘરોમાં રહેનારાઓની સંખ્યા લગભગ ૨૦૦૦ લોકોની છે. આ ગામના રસ્તાઓથી લઈને ઘરો સુધ્ધાં એક્સપરિમેન્ટલ હશે. ઘરોમાં રોબોટિક્સ હશે જે શર્ટ ફોલ્ડ કરીને યોગ્ય જગ્યાએ મૂકવું જેવાં ઘરનાં નાનામાં નાનાં કામ પણ કરશે. આ સિટીનાં તમામ વાહનો સેલ્ફ-ડ્રાઇવ જ હશે.