13 April, 2026 11:35 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
વૉશિંગ્ટન અને તેહરાન વચ્ચેના સંઘર્ષને લઈને ચાલી રહેલા તનાવ વચ્ચે બીજિંગ આગામી થોડા દિવસોમાં ઈરાનને શસ્ત્રો સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચીનને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. ટ્રમ્પે ઈરાનને સંભવિત શસ્ત્રોની શિપમેન્ટ વિશે મોટી ચેતવણી આપતાં કહ્યું હતું કે તમારે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
માયામી જવા માટે વાઇટ હાઉસથી રવાના થતાં પહેલાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે ચીન કથિત રીતે ઈરાનને શસ્ત્રો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકન ઇન્ટેલિજન્સ સૂચવે છે કે ચીન આગામી થોડાં અઠવાડિયાંમાં ઈરાનને નવી ઍર ડિફેન્સ સિસ્ટમ પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. આના જવાબમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ચીન ઈરાનને શસ્ત્રો સપ્લાય કરશે તો એને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડશે.
ઇન્ટેલિજન્સ અહેવાલ જણાવે છે કે બીજિંગ ત્રીજા દેશો દ્વારા શિપમેન્ટને રૂટ કરવા માટે કામ કરી રહ્યું છે. બીજિંગ ખભાથી ફાયર કરવામાં આવતી ઍન્ટિ-ઍર મિસાઇલ સિસ્ટમને ઈરાન મોકલવાની કરવાની તૈયારી કરી રહ્યું છે.