31 July, 2024 03:15 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent
પાવેલ ડુરોવ
ઇન્સ્ટન્ટ મેસેજ સર્વિસ ટેલિગ્રામના ફાઉન્ડર પાવેલ ડુરોવનાં ૧૨ દેશમાં ૧૦૦થી વધુ બાળકો છે. ૩૯ વર્ષનો પાવેલ ડુરોવ રશિયાનો છે અને તેણે લગ્ન નથી કર્યાં છતાં બાયોલૉજિકલ તે ઘણાં બાળકોનો પિતા છે અને ઘણાં એટલે ૧૦૦થી વધુ. ૧૫ વર્ષ પહેલાં પાવેલના એક ફ્રેન્ડને ફર્ટિલિટી ઇશ્યુ હતો એથી તેણે સ્પર્મ માટે પાવેલની મદદ માગી હતી. એ સમયે પાવેલ ક્લિનિકમાં ગયો અને ડૉક્ટરે તેને શક્ય હોય એટલું સ્પર્મ ડોનેટ કરવા કહ્યું હતું, કારણ કે તેની સ્પર્મ-ક્વૉલિટી ખૂબ સારી હતી. ૧૫ વર્ષથી સ્પર્મ ડોનેટ કરી રહ્યો હોવાથી હવે તેણે એ બંધ કરી દીધું છે. જોકે એમ છતાં એક સ્પર્મ ડોનેશનના ક્લિનિકમાં તેનું સ્પર્મ હજી પણ સાચવી રાખવામાં આવ્યું છે જેથી એનો ઉપયોગ ભવિષ્યમાં કરી શકાય. પાવેલ ડુરોવ હવે તેના DNA ધરાવતાં બાળકો માટે એક પ્લૅટફૉર્મ બનાવવા માગે છે જ્યાં તેઓ બધા એકમેક સાથે કનેક્ટ થઈ શકે.