✕

કૅનેડામાં વૉલમાર્ટની બહાર થયેલા ફાયરિંગમાં ભારતીય મૂળના સિખ કપલની હત્યા

22 November, 2026 11:30 AM IST  |  Toronto | Gujarati Mid-day Correspondent

રેહલ હથિયારોના ગુનાઓ માટે કુખ્યાત હતો, જ્યારે કૌરના કૅનેડામાં મર્યાદિત સંપર્કો હતા.

ગોળીબારમાં ભારતીય મૂળના બે જણની હત્યા

કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલા સરે શહેરમાં વૉલમાર્ટ સ્ટોરની બહાર ૧૫ નવેમ્બરની રાત્રે થયેલા જીવલેણ ગોળીબારમાં ભારતીય મૂળના બે જણની હત્યા કરવામાં આવી હતી. જેમણે જીવ ગુમાવ્યો હતો તેમની ઓળખ ૨૩ વર્ષના ગગનપ્રીત (ગેરી) રેહલ અને ૨૪ વર્ષની સુખજિત કૌર તરીકે કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં તેમને ઉપચાર આપવામાં આવી રહ્યો હતો ત્યારે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. આ સંદર્ભમાં ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમે (IHIT) જણાવ્યું હતું કે બન્ને જણ નજીકમાં આવેલી ટાઉનશિપ ડેલ્ટામાં રહેતાં હતાં. આ બેઉ જણ સંગઠિત ગુનાઓ સાથે સંકળાયેલાં હોવાનું માનવામાં આવે છે. રેહલ હથિયારોના ગુનાઓ માટે કુખ્યાત હતો, જ્યારે કૌરના કૅનેડામાં મર્યાદિત સંપર્કો હતા.

canada international news Crime News murder case toronto