GO BACK...GO BACK...

30 March, 2025 07:09 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લંડનમાં મમતા બૅનરજીના ભાષણ દરમ્યાન સ્ટુડન્ટ્સનો હોબાળો

આંદોલન

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ગુરુવારે લંડનમાં ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલયના કેલોગ કૉલેજમાં ભાષણ આપી રહ્યાં હતાં એ દરમ્યાન કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને ત્યાં મહિલાઓ, બાળકો અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના સામાજિક વિકાસ પર ભાષણ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

તેઓ બંગાળની ‘સ્વાસ્થ્ય સાથી’ અને ‘કન્યાશ્રી’ યોજનાઓનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં. જ્યારે તેમણે બંગાળમાં રોકાણ પર બોલવાનું શરૂ કર્યું ત્યારે વિદ્યાર્થીઓ હાથમાં આર.જી. કર કૉલેજ અને કૌભાંડથી જોડાયેલાં પોસ્ટર લઈને ઊભા થઈ ગયા હતા. જોકે મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ સ્થિતિ સંભાળતાં પ્રદર્શનકારીઓને જવાબ આપ્યો હતો. મુખ્ય પ્રધાન બૅનરજીએ વિરોધીઓને કહ્યું હતું કે ‘તમે મારું સ્વાગત કરી રહ્યા છો, આભાર. હું તમને મીઠાઈ ખવડાવીશ.’

મારું અપમાન કરીને તમારી સંસ્થાનું અપમાન ન કરો
જ્યારે પ્રદર્શનકારીઓએ બૂમો પાડવાની શરૂ કરી ત્યારે મમતા બૅનરજીએ તેમને જવાબ આપતાં કહ્યું હતું કે ‘તમે મારું અપમાન કરીને તમારી સંસ્થાનું અપમાન ન કરો. હું દેશના પ્રતિનિધિ તરીકે આવી છું. તમારા દેશનું અપમાન ન કરો.’

international news world news mamata banerjee west bengal political news