નરેન્દ્ર મોદીને સાઉદી અરેબિયાની હવાઈ સલામી

23 April, 2025 11:36 AM IST  |  Jeddah | Gujarati Mid-day Correspondent

ભારતીય વડા પ્રધાનના પ્લેનને એસ્કૉર્ટ કરવા ઍરફોર્સનાં જેટ મોકલ્યાં

નરેન્દ્ર મોદીના પ્લેનને એસ્કૉર્ટ કરવા આવેલાં સાઉદી અરેબિયાનાં ફાઇટર જેટ અને એને વિમાનની બારીમાંથી જોતા વડા પ્રધાન.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નિમંત્રણ પર સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાતે મંગળવારે જેદ્દાહ પહોંચ્યા હતા. ત્યાં તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીનું વિમાન સાઉદી અરેબિયાની ઍરસ્પેસમાં દાખલ થયું એ પછી રૉયલ સાઉદી ઍરફોર્સનાં F-15 લડાકુ વિમાનો દ્વારા જેદ્દાહ સુધી એને એસ્કૉર્ટ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયાની આ ત્રીજી યાત્રા છે, જેમાં પહેલી વાર તેઓ જેદ્દાહ ગયા છે. આ દરમ્યાન તેઓ ઓછામાં ઓછા છ કરાર પર સાઇન કરી શકે છે.

narendra modi saudi arabia jeddah international news news world news