જી-૭ સમિ​ટમાં નેતાઓને મળ્યા મોદી

28 June, 2022 08:52 AM IST  |  Elmau | Gujarati Mid-day Correspondent

જર્મન ચાન્સેલર ઓલફ સ્કોલ્ઝે એમનું સ્વાગત કર્યું હતું

જર્મનીના ઇલ્માઉમાં જી-૭ સ​મિટ શરૂ થાય એ પહેલાં વૈશ્વિક નેતાઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી

જી-૭ સમિટમાં ભાગ લેવા માટે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોન અને કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને મળ્યા હતા. તેમ જ ગ્રુપ ફોટો પહેલાં અલપઝલપ વાતો કરી હતી. જર્મન ચાન્સેલર ઓલફ સ્કોલ્ઝે એમનું સ્વાગત કર્યું હતું. ગ્રુપ ફોટો સેશન પહેલાં બાઇડન મોદી તરફ આવ્યા હતા તેમ જ હાથ મિલાવ્યા હતા. વળી તેમણે કૅનેડાના વડા પ્રધાન સાથે પણ વાત કરી હતી. મોદી અને મૅક્રોન વચ્ચે પણ સારોએવો ઉમળકો હતો. બન્ને એકબીજાને ભેટ્યા હતા. મોદી-બાઇડન વચ્ચે જપાનમાં યોજાયેલી ક્વૉડની બેઠક દરમ્યાન પણ ગયા મહિને મીટિંગ થઈ હતી. જર્મનીના ચાન્સેલરે જી-૭ સમિટમાં આર્જેન્ટિના, ભારત, ઇન્ડોનેશિયા, સેનેગર અને સાઉથ આફ્રિકા જેવા દેશોના નેતાઓને બોલાવ્યા છે.

international news narendra modi