19 April, 2025 03:35 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી અને ઈલૉન મસ્ક
અમેરિકાની નવી ટૅરિફ વચ્ચે નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા અને ટેસ્લાના CEO ઈલૉન મસ્ક સાથે ફરી વાત કરી હતી. તેમના વચ્ચે વર્ષની આ બીજી વાતચીત હતી. બન્નેએ ટેક્નૉલૉજી અને ઇનોવેશનનાં ક્ષેત્રોમાં સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં એની માહિતી આપી હતી.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘અમે ટેક્નૉલૉજી અને ઇનોવેશનનાં ક્ષેત્રોમાં સહયોગની અપાર સંભાવનાઓ પર ચર્ચા કરી. ભારત આ ક્ષેત્રોમાં અમેરિકાની સાથે પોતાની ભાગીદારીને આગળ વધારવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે.’ અગાઉ નરેન્દ્ર મોદી અને મસ્ક વચ્ચે ફેબ્રુઆરીમાં અમેરિકામાં મુલાકાત થઈ હતી. આગામી અઠવાડિયે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સ અને તેમનાં પત્ની ઉષા ભારત-પ્રવાસે આવવાનાં છે.