04 October, 2025 11:41 AM IST | France | Gujarati Mid-day Correspondent
પ્રદર્શનને કારણે આઇફલ ટાવર બંધ કરવો પડ્યો હતો
પૅરિસમાં ટ્રેડ યુનિયનોના બજેટ પર કાપના વિરોધમાં હડતાળ શરૂ થઈ છે. દેશભરમાં આમ તો પ્રોટેસ્ટની શરૂઆત ગયા મહિનાથી જ થઈ ચૂકી હતી. ગુરુવારે ૮૫,૦૦૦ લોકો રોડ પર ઊતરી આવ્યા હતા. એમાં અનેક સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ સામેલ છે. પ્રદર્શનને કારણે આઇફલ ટાવર બંધ કરવો પડ્યો હતો. આઇફલ ટાવર બંધ હોવાથી અનેક સહેલાણીઓએ નિરાશ થઈને પાછા જવું પડ્યું હતું.
ટ્રેડ યુનિયનના નેતા સાર્વજનિક સેવાઓ પર વધુ ખર્ચ કરવાની અને રિટાયરમેન્ટની ઉંમરમાં થયેલા વધારાને પાછો ખેંચીને અમીરો પર વધુ ટૅક્સ લગાવવાની ડિમાન્ડ કરી રહ્યા છે. આ હડતાળને પગલે આઇફલ ટાવર ક્યાં સુધી બંધ રહેશે એ નિશ્ચિત નથી.