Twitterમાંથી કાઢી નાખવામાં આવેલા CEO પરાગ અગ્રવાલને મળી શકે છે 3.45 અરબ રૂપિયા

28 October, 2022 01:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય મૂળના પરાગ સિવાય મસ્કે ટ્વિટર પર લીગલ, પૉલિસી અને ટ્રસ્ટ પ્રમુખ વિજયા ગડ્ડે અને બે અન્ય ઉચ્ચ અધિકારીઓને કાઢી નાખ્યા છે.

પરાગ અગ્રવાલ (ફાઈલ તસવીર)

ટ્વિટરના (Twitter) નવા બનેલા માલિક એલન મસ્કે (Elon Musk) પરાગ અગ્રવાલને (Parag Agarwal) કંપનીમાંથી બહાર કાઢી દીધા છે. પરાગને (Parag Agarwal) ગયા વર્ષે નવેમ્બરમાં ટ્વિટરના સહ સંસ્થાપક જેક ડોરસીએ સીઇઓ (CEO) નિયુક્ત કર્યા હતા. ભારતીય મૂળના પરાગ સિવાય મસ્કે ટ્વિટર પર લીગલ, પૉલિસી અને ટ્રસ્ટ પ્રમુખ વિજયા ગડ્ડે અને બે અન્ય ઉચ્ચ અધિકારીઓને કાઢી નાખ્યા છે.

ન્યૂયૉર્ક ટાઈમ્સના એક રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્કે ગુરુવારે 44 બિલિયન ડૉલરમાં ટ્વિટર ડીલ કરી લીધી છે. મસ્કે આ વર્ષે એપ્રિલમાં જ્યારે ટ્વિટર ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, ત્યારથી જ તેમણે એ પણ ચર્ચા કરી હતી કે પરાગ અગ્રવાલને ખસેડવામાં આવી શકે છે. રિસર્ચ ફર્મ ઇક્વિલરે એ પણ ગણના કરી હતી કે જો ટ્વિટર ખરીદ્યા પછી પરાગ અગ્રવાલને મસ્ક પોતાની કંપનીમાંથી ખસેડે છો તે તેમને કેટલા રૂપિયા મળશે.

ઇક્વિલરે કહ્યું હતું કે જો પરાગને કંપની પર નિયંત્રણના 12 મહિનાની અંદર ખસેડી દેવામાં આવે છે તો તેમને લગભગ 42 મિલિયન ડૉલર મળશે. 42 મિલિયન ડૉલર એટલે લગભગ 3,45,71,45,328 રૂપિયા થાય છે. સમાચાર એજન્સી રાયટર્સ પ્રમાણે, ઇક્વિલરના અનુમાનમાં પરાગ અગ્રવાલના મૂળ વેતનની એક વર્ષની કિંમત અને બધા ઇક્વિટી પુરસ્કાર સામેલ છે. આ અનુમાન મસ્કના ટ્વિટરના પ્રતિ શૅર 54.20 ડૉલરની રજૂઆત પર આધારિત છે.

આ પણ વાંચો : Elon Muskએ Twitterના CEO પરાગ અગ્રવાલને ખસેડ્યા, એક અધિકારીને કઢાવ્યો બહાર

મસ્કે 14 એપ્રિલના એક સિક્યોરિટીઝ ફાઈલિંગમાં કહ્યું હતું કે તેમને ટ્વિટરના પ્રબંધન પર વિશ્વાસ નથી. જણાવવાનું કે પરાગ અગ્રવાલ પહેલા ટ્વિટરના ચીફ ટેક્નૉલોજી ઑફિસર (CTO) હતા. ગયા વર્ષે નવેમ્બરમાં જ તેમને સીઈઓનું પદ મળ્યું હતું, રાયટર્સ પ્રમાણે, 2021માં તેમને કુલ વળતર 30.4 મિલિયન ડૉલર મળી હતી.  આ મોટાભાગે સ્ટૉક અવૉર્ડ્સમાં હતી. આઇઆઇટી બૉમ્બે અને સ્ટેનફૉર્ડના પૂર્વ વિદ્યાર્થી પરાગ અગ્રવાલ છેલ્લા એક દાયકાથી ટ્વિટર સાથે જોડાયેલા હતા. ત્યારે કંપનીમાં 1000થી પણ ઓછા કર્મચારી હતા.

international news elon musk twitter