પાકિસ્તાને ફરી આપી યુદ્ધની ધમકી, સીમા પર વધારી હલચલ

22 October, 2019 06:02 PM IST  |  ઈસ્લામાબાદ

પાકિસ્તાને ફરી આપી યુદ્ધની ધમકી, સીમા પર વધારી હલચલ

પાકિસ્તાને આપી યુદ્ધની ધમકી

પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદે ફરી એકવાર પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. તેમણે કહ્યું કે ભારત સાથે આ વખતે પારંપરિક યુદ્ધ નહીં થાય. રશીદે કહ્યું કે આ વખતે 4 કે 6 દિવસ માટે તોપ નહીં ચાલે, હવાઈ હુમલા કે નેવીના ગોળા નહીં ચાલ. પાકિસ્તાને ભારતનું નામ લીધા વગર યુદ્ધની ધમકી આપી છે. સીધું પરમાણુ યુદ્ધ થશે. પાકિસ્તાનનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પાકિસ્તાની સેના પોતાની તોપોને એલઓસી પાસે તહેનાત કરી રહી છે. ટેન્કને પણ સીમ તરફ મોકલવામાં આવી રહી છે. એટલું જ નહીં, સોમવારે જ તેણે એલઓસી પર પોતાના જવાનોની સંખ્યા વધારી દીધી છે. એટલે જ તે કોઈ મોટી નાપાક હરકત કરવાની તૈયારીમાં લાગી ગયું છે.

ઑક્ટોબરમાં પરમાણુ યુદ્ધનો દાવો
હાલમાં જ ઈમરાન ખાનના મંત્રી મંડળમાં સામેલ શેખ રશીદે દાવો કર્યો હતો કે ઑક્ટોબર મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાનું નક્કી છે. રશીદે ફરી એકવાર આ પ્રકારનો દાવો કર્યો છે. રશીદ અનેકવાર ભારત વિરોધ નિવેદનો આપી ચુક્યા છે. જો કે પાકિસ્તાન સરકારની તેમના નિવેદન પર આધિકારીક પ્રતિક્રિયા સામે નથી આવી. પરંતુ સરકારમાં સામેલ કોઈ વ્યક્તિનું નિવેદન આટલું બેજવાબદારી ભર્યું કેમ હોય શકે છે. તેમણે ભારતને ધમકી આપતા કહ્યું હતું કે તેમની પાસે સવા સો ગ્રામ અને અઢીસો ગ્રામના પણ પરમાણુ બોમ્બ છે જે કોઈ ખાસ ટાર્ગેટને મારી શકે છે.

આ પણ જુઓઃ Happy Birthday Amit Shah: જાણો દેશના ગૃહમંત્રીની રાજકીય સફરને..

પાકિસ્તાન કરી રહ્યું છે બ્લેકમેઈલ
પાંચ ઑગસ્ટે જમ્મૂ કશ્મીરના વિશેષ રાજ્યનો દરજ્જો આપતો આર્ટિકલ 370 રદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન સરકાર બોખલાયેલી છે. જે બાદ પાડોશી દેશ ભારતની સામે દુષ્પ્રચાર કરી રહ્યો છે. આ અભિયાનમાં ખૂબ વડાપ્રધાન ઈમરાન ખાન લાગેલા છે. દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર તેઓ નિવેદન આપી રહ્યા છે. પાકિસ્તાની અંદર તેઓ ભારતની સામે ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે. કશ્મીર મામલા પર આંતરરાષ્ટ્રીય સ્તર પર અલગ-થલગ પડ્યા બાદ તેઓ બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધની હવા ઉભી કરી રહ્યા છે. હદ તો ત્યારે થઈ જ્યારે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર તેણે આવા વિનાશકારી જંગની વાત કરીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. અને હવે ફરી તેણે એ જ રાગ આલાપ્યો છે.


pakistan