પાકિસ્તાનની ફરી ફજેતી! સાઉદી અરેબિયાએ ૪૭૦૦ પાકિસ્તાની ભિખારીઓને હાંકી કાઢ્યા

22 April, 2025 11:51 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાની સમાચારપત્ર ધ ડૉનના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં અંદાજિત ૨.૨ કરોડ ભિખારીઓ છે જેઓ દર વર્ષે અંદાજિત ૪૨ અબજ પાકિસ્તાની રૂપિયા ભીખ માગીને એકઠા કરી લે છે.

પ્રતીકાત્મક તસવીર

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની ફરી એક વાર ઇન્ટરનૅશનલ ફજેતી થઈ છે. અલગ-અલગ રીતે બનાવટી વીઝાનો જુગાડ કરીને સાઉદી અરેબિયા ગયેલા ૪૭૦૦થી વધુ પાકિસ્તાની નાગરિકોની ગેરકાયદે ભીખ માગવાના આરોપસર સાઉદી અરેબિયાના અધિકારીઓએ ધરપકડ કરી હતી. ત્યાર બાદ આ તમામને પાકિસ્તાન ડિપૉર્ટ કરી દેવાયા છે. પાકિસ્તાની સમાચારપત્ર ધ ડૉનના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં અંદાજિત ૨.૨ કરોડ ભિખારીઓ છે જેઓ દર વર્ષે અંદાજિત ૪૨ અબજ પાકિસ્તાની રૂપિયા ભીખ માગીને એકઠા કરી લે છે.

pakistan saudi arabia international news news world news