પાકિસ્તાનની સેનામાં ભારતનો ખોફ

07 May, 2025 12:51 PM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

સૈનિકો કહે છે કે સરહદ પર લડવા મોકલશો તો રાજીનામાં આપવા તૈયાર છીએ

ગઈ કાલે પાકિસ્તાનના લાહોરમાં આયોજિત પીસ રૅલીમાં ભાગ લેતા લોકો..

પહલગામમાં આતંકવાદી હુમલાના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સૈનિકો સરહદ પર લડવા જવાને બદલે રાજીનામું આપવા તૈયાર હોવાનું અહેવાલોમાં જાણવા મળે છે.

પાકિસ્તાની સેનામાં પંજાબ પ્રાંતના સૈનિકોની સંખ્યા ઘણી મોટી છે. આ પહેલાં ભારત સામે જેટલાં યુદ્ધ થયાં છે એમાં આ સૈનિકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થયો છે અને ખુવારી પણ ઘણી મોટી થઈ છે. હવે આ પ્રાંતના સૈનિકોએ સેનાના ઉચ્ચ અધિકારીઓને કહી દીધું છે કે તેઓ સરહદ પર પોસ્ટિંગ ઇચ્છતા નથી, કારણ કે ભારત સાથે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ છે. કેટલાક અધિકારીઓએ આ સૈનિકોની વાત માની નહીં તો તેમણે રાજીનામાં આપી દીધાં હોવાનું જાણવા મળે છે.

થોડા દિવસ પહેલાં એવું જાણવા મળ્યું હતું કે પાકિસ્તાની સેનામાં રાજીનામાં આવી રહ્યાં છે, આશરે ૪૫૦૦ સૈનિકો અને ૨૫૦ અધિકારીઓએ રાજીનામાં આપી દીધાં છે. આના પગલે હવે પાકિસ્તાની સેના પ્રાઇવેટ મિલિટરી કંપનીઓને સેનામાં બોલાવી રહી છે. પાકિસ્તાનના પેશાવરસ્થિત સૈન્ય મુખ્યાલયે નવી ભરતીનો નિર્દેશ આપી દીધો છે. આ ભરતી માટે બલૂચિસ્તાન, નૉર્થ વજીરિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા પર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે. પાકિસ્તાની સેનાએ આઠ રિટાયર્ડ અધિકારીઓને નવી ભરતીની જવાબદારી સોંપી છે.

હેં!?
હાલમાં જ એક રિપોર્ટ જાહેર થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન પાસે માત્ર ચાર દિવસ ચાલે એટલો જ દારૂગોળો છે અને એ ચાર દિવસથી વધારે યુદ્ધમાં ટકી શકે એમ નથી.

india pakistan Pahalgam Terror Attack terror attack international news news world news lahore