તાલિબાને સરેન્ડર કરેલા પાક. આર્મી યુનિફોર્મના પૅન્ટ ચોકમાં ટ્રોફીની જેમ સજાવ્યા

16 October, 2025 08:57 PM IST  |  Kabul | Gujarati Mid-day Online Correspondent

Pakistan Afghanistan Violence: સંઘર્ષ દરમિયાન પાકિસ્તાની ચોકીઓ પર કબજો કરનારા તાલિબાન લડવૈયાઓએ માત્ર શસ્ત્રો જ નહીં  પરંતુ ભાગી રહેલા પાકિસ્તાની સૈનિકોના પેન્ટ પણ લૂંટી લીધા હતા. તેઓએ તે પેન્ટ લીધા અને તેને ચોકની વચ્ચે ટ્રોફીની જેમ લટકાવી દીધા.

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા સંઘર્ષે ફરી એકવાર પાકિસ્તાની સેનાને 1971 જેવા અપમાનનો સામનો કરવો પડ્યો છે. આ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાની ચોકીઓ પર કબજો કરનારા તાલિબાન લડવૈયાઓએ માત્ર શસ્ત્રો જ નહીં  પરંતુ ભાગી રહેલા પાકિસ્તાની સૈનિકોના પેન્ટ પણ લૂંટી લીધા હતા. તેઓએ તે પેન્ટ લીધા અને તેને ચોકની વચ્ચે ટ્રોફીની જેમ લટકાવી દીધા. આ પ્રદર્શન જોવા માટે ઘણા અફઘાન લોકો પણ હાજર હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા પર તનાવ વધી રહ્યો છે. શુક્રવારે પાકિસ્તાને કાબુલ પર ઍરસ્ટ્રાઇક કરી હતી. એના જવાબમાં અફઘાની સેનાએ શનિવારે મોડી રાતે પાકિસ્તાનની સામે મોરચો શરૂ કરી દીધો હતો. તાલિબાનના નેતૃત્વવાળી અફઘાનિસ્તાની સેનાએ સીમા પાર કરીને પાકિસ્તાનની સિક્યૉરિટી પોસ્ટ પર હુમલો કર્યો હતો.

સોશિયલ મીડિયા પર એક સ્થાનિક પત્રકાર દ્વારા શૅર કરાયેલા આ ફોટામાં, તાલિબાન લડવૈયાઓ એક ચોક પર પાકિસ્તાની સૈનિકોના પેન્ટ અને હથિયારો લહેરાવતા જોવા મળે છે. પત્રકારના જણાવ્યા મુજબ, તાલિબાન લડવૈયાઓનો આ વીડિયો પૂર્વી અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતનો છે. બીજા એક વીડિયોમાં લડવૈયાઓ ચાર પકડાયેલા પાકિસ્તાની સૈનિકોના પેન્ટ પકડીને દેખાય છે.

આ માહિતી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શૅર કરતા ઝુબનીશે કહ્યું, "તાલિબાન લડવૈયાઓએ ડ્યુરન્ડ લાઇન નજીક ત્યજી દેવાયેલી પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર કબજો કર્યો. ત્યારબાદ તેઓએ ઘણા પાકિસ્તાની સૈનિકોના પેન્ટ કબજે કર્યા અને બાદમાં તેમને નાંગરહાર પ્રાંતમાં લાવ્યા અને તેમને ટ્રોફી તરીકે લટકાવી દીધા."

તમને જણાવી દઈએ કે અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે 48 કલાક સુધી લડાઈ ચાલુ રહી. ત્યારબાદ યુદ્ધવિરામ થયો, જેના પરિણામે થોડો સમય શાંતિ રહી. જો કે, આ અથડામણમાં ડઝનબંધ પાકિસ્તાની સૈનિકોના મોતની આશંકા છે, જ્યારે મોટી સંખ્યામાં અફઘાન લડવૈયાઓ અને નાગરિકો પણ માર્યા ગયા છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સીમા પર તનાવ વધી રહ્યો છે. શુક્રવારે પાકિસ્તાને કાબુલ પર ઍરસ્ટ્રાઇક કરી હતી. એના જવાબમાં અફઘાની સેનાએ શનિવારે મોડી રાતે પાકિસ્તાનની સામે મોરચો શરૂ કરી દીધો હતો. તાલિબાનના નેતૃત્વવાળી અફઘાનિસ્તાની સેનાએ સીમા પાર કરીને પાકિસ્તાનની સિક્યૉરિટી પોસ્ટ પર હુમલો કર્યો હતો. તાલિબાન સરકારના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે અફઘાની સુરક્ષા દળોએ પાકિસ્તાનની ૨૫ સૈન્ય-ચોકીઓ કબજામાં કરી લીધી છે અને એ કાર્યવાહીમાં ૫૮ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય ૩૦ ઘાયલ થયા હતા. અફઘાનના ૯ સૈનિકો શહીદ થયા હતા.

અફઘાન રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે ‘અમે તો ઑપરેશન અડધી રાતે જ પૂરું કરી નાખ્યું હતું. જો પાકિસ્તાન ફરીથી અફઘાન  સીમાનું ઉલ્લંઘન કરશે તો અમારી સેના દેશની રક્ષા માટે પૂરી રીતે તૈયાર છે.’

pakistan afghanistan taliban islam jihad kabul international news social media viral videos news