અમેરિકન પબ્લિક હેલ્થ એજન્સીમાં મહત્ત્વના સ્થાને નીરવ શાહની નિમણૂક

16 January, 2023 11:28 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તેઓ આ નૅશનલ પબ્લિક હેલ્થ એજન્સીમાં બીજા ક્રમના અધિકારી બન્યા છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

વૉશિંગ્ટન (પી.ટી.આઇ.) : ભારતીય મૂળના એપિડેમિયોલૉજિસ્ટ નીરવ ડી. શાહની અમેરિકન સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના પ્રિન્સિપલ ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ આ નૅશનલ પબ્લિક હેલ્થ એજન્સીમાં બીજા ક્રમના અધિકારી બન્યા છે. તેઓ અત્યારે મેઇન સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર છે. 

international news united states of america washington