News In Shorts: ભ્રષ્ટાચાર મામલે ઇમરાન ખાનની પત્નીને મળ્યા જામીન

16 May, 2023 11:55 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી લાહોર હાઈ કોર્ટમાં હજાર થયાં હતાં. જોકે હાઈ કોર્ટે તેમની પત્નીને રાહત આપતાં ૨૩ મે સુધી જામીન આપી હતી.

ભ્રષ્ટાચાર મામલે ઇમરાન ખાનની પત્નીને મળ્યા જામીન

ભ્રષ્ટાચાર મામલે ઇમરાન ખાનની પત્નીને મળ્યા જામીન

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ મામલે કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, પણ ગઈ કાલે ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી લાહોર હાઈ કોર્ટમાં હજાર થયાં હતાં. જોકે હાઈ કોર્ટે તેમની પત્નીને રાહત આપતાં ૨૩ મે સુધી જામીન આપી હતી. જોકે ખાસ ચર્ચા બુશરા બીબી જ્યારે હાજર થયાં ત્યારે કરવામાં આવેલી વ્યવસ્થાની હતી. તેમનો ચહેરો ન દેખાય એ માટે બન્ને જતાં હતાં ત્યારે સફેદ ચાદર લઈને સુરક્ષાકર્મચારીઓ ચાલતા હતા. બુશરા બીબી ભૂત સાથે વાત, કાળો જાદુ કરે છે એવી વાતો હતી. હવે તેની ભ્રષ્ટાચારમાં સંડોવણી પણ બહાર આવી હતી. 

ફ્રાન્સ યુક્રેનને આપશે આધુનિક શસ્ત્રો

ફ્રાન્સે રશિયા સાથે ચાલી રહેવા યુદ્ધ વચ્ચે યુક્રેનને ટૅન્ક તેમ જ અન્ય વાહનોની મદદ આપવાનું વચન આપ્યું છે. વળી યુક્રેનનાં સશસ્ત્ર દળોને આ લશ્કરી વાહનો કઈ રીતે ચલાવવા એની તાલીમ પણ આપશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રૉન સાથે પૅરિસમાં રવિવારે રાત્રે થયેલી એક મુલાકાત બાદ આ વાત જાહેર કરાઈ હતી. બન્ને નેતાઓ વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ચર્ચા થઈ હતી. 

વસ્તીગણતરીમાં ગુમ થયેલાઓની માહિતીની અરજી ફગાવાઈ

સુપ્રીમ કોર્ટે વસ્તીગણતરીમાં દરેક ઘરમાંથી ગુમ થયેલી વ્યક્તિઓની વિગતોનો સમાવેશ કરવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે વસ્તીગણતરીમાં આનો સમાવેશ કરો, આનો નહીં એવું કહેનારા અમે કોણ છીએ? આ એક નીતિગત મુદ્દો છે. કોર્ટ બંધારણની કલમ ૩૨મા દખલઅંદાજી કરવા માગતી નથી. ગુમ થયેલી વ્યક્તિઓની  ફરિયાદ નોંધાવવામાં આવતી, કારણ કે એમ કરવાથી પરિવારની પ્રતિષ્ઠાને અસર થશે. એવી માન્યતા લોકોમાં પ્રવર્તે છે, એમ અરજી કરનારાઓએ જણાવ્યું હતું.

international news pakistan imran khan lahore