૨૦ વર્ષમાં ૧૫ વાર IVF ટ્રીટમેન્ટ ફેલ ગઈ કેમ કે પતિના વીર્યમાં શુક્રાણુઓ જ નહોતા, પણ AI ટેક્નૉલૉજીથી પ્રેગ્નન્ટ

02 July, 2025 07:53 AM IST  |  New york | Gujarati Mid-day Correspondent

હવે લગભગ શૂન્ય સ્પર્મ ધરાવતા પુરુષો પણ પિતા બની શકે એવી સંભાવનાઓ જાગી છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અમેરિકાના ન્યુ યૉર્કમાં એક કપલ છેલ્લાં વીસ વર્ષથી બાળક મેળવવા માટે મથતું હતું. આટલાં વર્ષોમાં ૧૫ વાર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) એટલે કે ટેસ્ટટ્યુબ બેબીનો પ્રયત્ન કર્યો, પણ સફળતા ન મળી. દેશના ટૉપ ફર્ટિલિટી એક્સપર્ટ્‍સ પાસે સારવાર કરાવી, જરૂરી સર્જરીઓ કરાવી એમ છતાં બાળક મેળવવામાં સફળતા ન જ મળી. છેલ્લે તો ડૉક્ટરોએ કહી દીધું કે આ કપલને તેમનું બાયોલૉજિકલ બાળક મળે એની સંભાવનાઓ લગભગ શૂન્ય છે. એનું કારણ એ છે કે તેના પતિને રૅરલી જોવા મળે એવી અઝોસ્પર્મિયા નામની તકલીફ છે.

ડૉ. ઝેવ વિલિયમ્સ

આ સમસ્યામાં પુરુષના શરીરમાં બનતા વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા લગભગ નહીંવત્ હોય છે. જેના બૉડીમાં સ્પર્મ જ ન હોય તે પિતા બની શકે એ શક્ય જ નથી. જોકે કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. એમ આ કપલ એટલું ડેસ્પરેટ હતું કે તેમણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સબેઝ્ડ ટેક્નૉલૉજીનો સહારો લેવાનું નક્કી કર્યું અને આ ટેક્નૉલૉજીથી થયેલી IVF પ્રક્રિયા પછી હવે પત્ની પ્રેગ્નન્ટ થઈ ગઈ છે.

આવું કઈ રીતે શક્ય બન્યું?

એ STAR ટેક્નૉલૉજી દ્વારા થયું. આ ટેક્નૉલૉજી કોલંબિયા યુનિવર્સિટીના ફર્ટિ‌લિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. ઝેવ વિલિયમ્સના નેતૃત્વમાં ડેવલપ થયેલી છે, જેમાં STARનો મતલબ થાય છે સ્પર્મ ટ્રૅક ઍન્ડ રિકવરી. આ ટેક્નૉલૉજીથી પુરુષના વીર્યના સૅમ્પલને સ્કૅન કરવામાં આવે છે. ડૉ. વિલિયમ્સનું કહેવું છે કે આ સ્કૅન એટલે ઘાસના પૂળામાંથી એક સોય શોધવા જેવું કામ છે. STAR ટેક્નૉલૉજી થોડા જ કલાકોમાં એ વીર્યના સૅમ્પલને હાઈ ઇન્ટેન્સિટીથી ફિલ્ટર કરે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે બનાવેલી ઍલ્ગરિધમ મુજબ કલાકમાં લાખો વાર એને સ્કૅન કરવામાં આવે છે અને એ નાજુક રીતે પ્રોસેસ કરીને એવા રૅર સ્પર્મ સેલ ગોતી કાઢે છે જે ટ્રેડિશનલ મેથડથી જોઈ શકાતા નથી. આ સ્પર્મને જો તરત જ અંડબીજ સાથે મેળવીને ફર્ટિલાઇઝ કરવામાં આવે તો એનાથી ભ્રૂણ નિર્માણના ચાન્સિસ વધી જાય છે. આ સ્પર્મને ફ્રોઝન કરીને ભવિષ્યમાં IVF પ્રોસેસ માટે પણ વાપરી શકાય છે, પરંતુ રિટ્રાઇવ થયા પછી તરત જ એને ફર્ટિલાઇઝ કરી લેવામાં આવે તો ઓવરઑલ પ્રેગ્નન્સીના ચાન્સ અને આવનારા બાળકનું સ્વાસ્થ્ય બન્ને સારાં રહે છે.

new york new york city united states of america medical information international news news world news health tips ai artificial intelligence