દુનિયાના આ બે દેશોએ સૌથી પહેલા કર્યું 2026 નું સ્વાગત, સૌથી છેલ્લું કોણ જાણો છો?

31 December, 2025 05:18 PM IST  |  New Zealand | Gujarati Mid-day Online Correspondent

ભારતથી લગભગ નવ કલાક પહેલા, કિરીબાતી ટાપુ કિરીટીમાટી પર નવું વર્ષ શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ, ન્યુઝીલૅન્ડના ચેથમ ટાપુઓ પર પણ નવા વર્ષ સાથે 2026નું સ્વાગત અને ઉજવણી કરવામાં આવી છે. ટો ચાલો જાણીએ દુનિયાના સૌથી પહેલા અને સૌથી છેલ્લા 2026 ની ઉજવણી કરનારા દેશો

કિરીબાતી ટાપુ અને ન્યુઝીલૅન્ડમાં નવા વર્ષ 2026 ની ભવ્ય ઉજવણી શરૂ થઈ (તસવીરો: X)

વર્ષ 2025 નો આજે છેલ્લો દિવસ છે. ભારત સહિત સંપૂર્ણ દુનિયા નવા વર્ષ 2026 ના સ્વાગત માટે તૈયારીઓ કરી રહી છે. જ્યારે વિશ્વભરના મોટાભાગના દેશો હજી 2025 ના અંતિમ સમયની ગણતરી કરી રહ્યા હતા, ત્યારે પૅસિફિક મહાસાગરના બે દૂરના પ્રદેશો જાય સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત થાય છે, તેમની ઉજવણી શરૂ થઈ ગઈ છે. વર્ષ 2026 નું સૌથી પહેલું સ્વાગત આ બે દેશોએ કર્યું. ભારતથી લગભગ નવ કલાક પહેલા, કિરીબાતી ટાપુ કિરીટીમાટી પર નવું વર્ષ શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ, ન્યુઝીલૅન્ડના ચેથમ ટાપુઓ પર પણ નવા વર્ષ સાથે 2026નું સ્વાગત અને ઉજવણી કરવામાં આવી છે. ટો ચાલો જાણીએ દુનિયાના સૌથી પહેલા અને સૌથી છેલ્લા 2026 ની ઉજવણી કરનારા દેશો બાબતે.

કિરીબાતી: નવા વર્ષ 2026 ની ઉજવણી કરનાર પહેલો દેશ

કિરીબાતી, પૅસિફિક મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ, જે 2026 ની ઉજવણી કરનાર વિશ્વમાં પ્રથમ છે. હવાઈની દક્ષિણમાં અને ઑસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વમાં સ્થિત, દેશમાં ૩૩ મોટા અને નાના ટાપુઓનો સમાવેશ થાય છે. કિરીબાતીનો મુખ્ય ટાપુ, કિરીટીમાટી, ૧ જાન્યુઆરીની મધ્યરાત્રિ પહેલા ઉજવણી શરૂ કરી છે. અહીં નવા વર્ષની ઉજવણીનું એક ખાસ કારણ છે: ૧૯૯૪માં સમય ઝોનમાં ફેરફારને કારણે, કિરીબાતી હવે વિશ્વમાં સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરે છે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે દેશના બધા ટાપુઓ પર એક જ તારીખ હોય. કિરીબાતીના ટાપુઓ સમુદ્ર સપાટીથી ખૂબ જ નીચા સ્તરે સ્થિત છે અને દરિયાની સપાટીમાં વધારો થવાથી તેમના પર ભય છે. તેમ છતાં, અહીંના લોકો દર વર્ષે નવા વર્ષનો દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.

ન્યુઝીલૅન્ડ: બીજો દેશ બન્યું જ્યાં 2026 નું આગમન થયું

કિરીબાતી પછી, ન્યુઝીલૅન્ડના ચેથમ ટાપુઓએ પણ 2026નું સ્વાગત કર્યું. આ ટાપુ પર લગભગ 600 લોકો રહે છે, અને અહીં પણ, સ્થાનિક લોકો હૉટેલ ચેથમના બારમાં 2025 ના છેલ્લા દિવસનો આનંદ માણી રહ્યા હતા. હૉટેલના માલિક ટોની ક્રૂને જણાવ્યું કે આ સ્થળ ખાસ છે કારણ કે આપણે દુનિયાથી અલગ રહીને એકબીજા સાથે જોડાયેલા છીએ. ન્યુઝીલૅન્ડે લગભગ 90 મિનિટ પછી 2026 નું સ્વાગત કર્યું, અને ઓકલેન્ડ અને વેલિંગ્ટન જેવા મોટા શહેરોમાં પણ ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું.

અમેરિકાનું સમોઆ સૌથી છેલ્લે 2025 ને અલવિદા કહેશે

બે દેશોમાં 2026 નું સ્વાગત થઈ ગયું છે, તો બીજી તરફ અમેરિકાના સમોઆ અને અનાવાડીના ટાપુઓ, જેમ કે હોલેન્ડ અને બેકર ટાપુઓ, 2025 ને અલવિદા કહેવા અને 2026 નું સ્વાગત કરનાર વિશ્વના છેલ્લા સ્થળ બનશે.

new zealand new year happy new year international news united states of america