૩૧ વર્ષમાં ૩૧ વાર એવરેસ્ટ સર કર્યો છે આ શેરપાએ

29 May, 2025 07:53 AM IST  |  Kathmandu | Gujarati Mid-day Correspondent

પંચાવન વર્ષના કામી રીતાએ આ વખતે લેફ્ટનન્ટ કર્નલ મનોજ જોશીના નેતૃત્વમાં ભારતીય સેનાની ઍડ્વેન્ચર ટીમના એવરેસ્ટ અભિયાનના માર્ગદર્શક તરીકે એવરેસ્ટ સર કર્યો હતો.

કામી રીતા એવરેસ્ટની લેટેસ્ટ ચડાઈ પછી ગઈ કાલે કાઠમાંડુ પહોંચ્યા ત્યારે તેમની સિદ્ધિનું બિયર સાથે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

બહુ જાણીતા નેપાલી શેરપા ગાઇડ કામી રીતાએ તાજેતરમાં ૩૧મી વાર એવરેસ્ટ પર ચડાઈ કરીને વિશ્વના સૌથી ઊંચા શિખર પર સૌથી વધુ વાર ચડવાનો પોતાનો જ રેકૉર્ડ તોડી નાખ્યો છે. પંચાવન વર્ષના કામી રીતાએ આ વખતે લેફ્ટનન્ટ કર્નલ મનોજ જોશીના નેતૃત્વમાં ભારતીય સેનાની ઍડ્વેન્ચર ટીમના એવરેસ્ટ અભિયાનના માર્ગદર્શક તરીકે એવરેસ્ટ સર કર્યો હતો. ૧૯૯૪થી ૨૦૨૫ દરમ્યાન કામી રીતાએ ૩૧ વાર એવરેસ્ટ સર કર્યો છે. બીજા નંબરે પાસંગ દાવા શેરપા છે, તેમણે કુલ ૨૯ વાર એવરેસ્ટ સર કર્યો છે.  કામી રીતા એવરેસ્ટની લેટેસ્ટ ચડાઈ પછી ગઈ કાલે કાઠમાંડુ પહોંચ્યા ત્યારે તેમની આ સિદ્ધિનું બિયર સાથે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

everest nepal international news news world news kathmandu mount everest indian army manoj joshi