યુદ્ધના પાંચમા દિવસે હુમલાઓ તીવ્ર, ઈરાને અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર પોસ્ટપોન કર્યા

05 March, 2026 07:14 AM IST  |  iran | Gujarati Mid-day Correspondent

અંતિમ વિદાયમાં લાખો લોકો એકઠા થાય એમ હોવાથી સુરક્ષાના હેતુસર અત્યારે વિદાયને પોસ્ટપોન કરવામાં આવી છે

અલી ખામેનેઈ

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર ગઈ કાલે તેહરાનમાં થવાના હતા, પરંતુ અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ વધુ તીવ્ર થતાં અંતિમ વિદાયને પાછી ઠેલવામાં આવી હતી. સરકારી ટેલિવિઝન પર કહેવામાં આવ્યું હતું કે અંતિમ વિદાયમાં લાખો લોકો એકઠા થાય એમ હોવાથી સુરક્ષાના હેતુસર અત્યારે વિદાયને પોસ્ટપોન કરવામાં આવી છે, અંતિમ સેરેમનીની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

આ પહેલાં અધિકારીઓએ જાહેરાત કરી હતી કે શહીદ ઇમામ ખામેનેઈના પાર્થિવ શરીરને તેમના જન્મસ્થાન મશહદના પવિત્ર શહેરમાં દફનાવવામાં આવશે અને એ પહેલાં રાજધાનીમાં એક શ્રદ્ધાંજલિ સમારોહ થશે. તેહરાનના ઇસ્લામિક ડેવલપમેન્ટ કો-ઑર્ડિનેશન કાઉન્સિલના હેડનું કહેવું છે કે સમારોહમાં લાખો લોકો હાજર રહે એવી સંભાવના છે ત્યારે મોટી સંખ્યામાં ભીડને મૅનેજ કરી શકાય એની તૈયારીઓ માટે સમય જોઈશે.

international news world news middle east crisis iran israel united states of america