Mexico Mass shooting: ઉજવણું ચાલી રહ્યું હતું ત્યાં થયો ગોળીબાર- 12નાં મોત- અનેક ઘાયલ

27 June, 2025 06:59 AM IST  |  Mexico | Gujarati Mid-day Online Correspondent

Mexico Mass shooting: એટર્ની જનરલના કાર્યાલય અનુસાર ઘટના બની તે જ દિવસે રાજ્યના અન્ય ભાગોમાં વધુ પાંચ લોકો માર્યા ગયા હતા.

પ્રતીકાત્મક તસવીર

મેક્સિકોમાંથી ભયાવહ સમાચાર (Mexico Mass shooting) સામે આવી રહ્યા છે. અહીં સામૂહિક ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં ૧૨ લોકોનાં મોત થયાં છે. જ્યારે બીજા ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. મધ્ય મેક્સિકોના ઇરાપુઆટોમાં મંગળવારે રાત્રે ગોળીબારી કરવામાં આવ્યો હતો. જેમાં 12 લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ગુઆનાજુઆટોમાં એટર્ની જનરલની ઓફિસ તરફથી આ ઘટના બાદ માહિતી આપવામાં આવી છે કે અન્ય 20 લોકોને ગોળી વાગવાથી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. 

મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબાઉમે બુધવારે પહેલાં જણાવ્યું હતું કે પીડિતોમાં બાળકો પણ છે. પરંતુ પછીથી એટર્ની જનરલ ઓફિસ દ્વારા એ પુષ્ટિ કરાઇ હતી કે થયેલા સામૂહિક ગોળીબારમાં માત્ર એક 17 વર્ષીય યુવકનું મોત થયું હતું. શીબનામે આ ઘટના અંગે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.

ધાર્મિક ઉજવણું થઈ રહ્યું હતું તે વખતે થયો ગોળીબાર

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ગોળીબાર (Mexico Mass shooting) ત્યારે થયો જ્યારે લોકો ત્યાંનો ધાર્મિક તહેવાર જ્હોન બાપ્ટિસ્ટનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. ઘટના બની ત્યારે લોકો ભેગા થઈને પાર્ટી કરી રહ્યા હતા. સંગીતની ધૂન વાગી રહી હતી ત્યારે અચાનકથી ગોળીબાર શરૂ થયો હતો, આ આખી જ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકો પાર્ટીમાં નાચી રહ્યાં છે.

ગુઆનાજુઆટો એ તો પહેલેથી જ મેક્સિકોનું સૌથી વધારે હિંસક ક્ષેત્ર રહ્યું છે. અહીં અપરાધિક જૂથો ડ્રગ્સ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર એકબીજા સાથે લડતાં જ રહેતા હોય છે. એટર્ની જનરલના કાર્યાલય અનુસાર તે જ દિવસે રાજ્યના અન્ય ભાગોમાં વધુ પાંચ લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત, આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં રાજ્યમાં 1,435 હત્યાઓ (Mexico Mass shooting) થઈ છે.

મેક્સિકોના ઉત્તરપશ્ચિમમાં સ્થિત ગુઆનાજુઆટો વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી મેક્સિકોનું સૌથી હિંસક ક્ષેત્ર રહ્યું છે. આ ઘટના ગયા મહિને ગુઆનાજુઆટોમાં સાન બાર્ટોલો ડી બેરીઓસ શહેરમાં કેથોલિક ચર્ચના કાર્યક્રમ દરમિયાન સાત લોકોના મોત થયા હતા તે ઘટનાની યાદ અપાવે છે.

ઇરાપુઆટોના અધિકારી રોડોલ્ફો ગેમેઝ સર્વાન્ટેસે એક પત્રકાર પરિષદમાં પુષ્ટિ કરી હતી કે મૃતકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે અને લગભગ 20 અન્ય ઘાયલ થયા છે.

તપાસ ચાલી રહી છે

Mexico Mass shooting: તમને જણાવી દઈએ કે હજી સુધી અધિકારીઓએ કોઈ ગુનેગારોની ઓળખ કરી નથી અથવા તે બાબતની કોઈ પુષ્ટિ પણ કરી નથી. આ ગોળીબાર સંગઠિત ગુનાનું કાવતરું હતું કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

international news world news mexico city mexico Crime News crime branch